લોકોની સાવધાની અને સતર્કતા મહત્વપૂર્ણ સાબિત થશે
બિપરજોય વાવાઝોડું અરબી સમુદ્રમાં ગંભીર સ્વરૂપ ધારણ કરી ચૂક્યું છે અને ગુજરાત ના દરિયા કાંઠા તરફ આવવાની શક્યતાઓ ને આધારે ગુજરાતના દરિયાકાંઠાના તમામ વિસ્તારોમાં એલર્ટ આપવામાં આવ્યું છે જેમાં મોરબી જિલ્લા માં પણ એલર્ટ આપવામાં આવ્યું છે અને હવામાન વિભાગ દ્વારા બુલેટિન જાહેર કરી ને વિવિધ જિલ્લાઓ વિશે આગાહી આપવામાં આવી છે જેમાં મોરબી જિલ્લાની આગાહી આપવામાં આવી છે અને તે આગાહી પ્રમાણે પરિસ્થિતિ સર્જાશે ગંભીર પરિણામ આવવની શક્યતાઓ સેવાઇ રહી છે.
જેમાં મોરબી જિલ્લામાં આજે તા.૧૩ જૂન થી ૧૬ જૂન સુધી ભારે વરસાદ ની આગાહી કરવામ આવી છે તો પવન ના જોરને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહીમાં જણાવવામાં આવ્યું છે કે મોરબીમાં તા.૧૫ જૂન ના રોજ ૧૦૦ થી ૧૨૦ કિમી ની ઝડપે પવન ફુંકાવાની શક્યતાઓ દેખાઈ રહી છે જો ખરેખર આટલી ઝડપી પવન ફૂંકાશે તો તેના ગંભીર પરિણામો સામે આવી શકે છે અને વહીવટી તંત્ર દ્વારા પણ લોકોને સાવચેત રહેવા સતત સૂચનાઓ આપવામાં આવી રહી છે કેમ કે આ વાવાઝોડા સામે ઓછામાં ઓછું નુકશાન થાય તે માટે લોકો ની સાવચેતી અને સાવધાની તેમજ સતર્કતા અતિ મહત્વપૂર્ણ સાબિત થશે .