Friday, December 27, 2024
HomeGujaratવાવાઝોડાનાં ખતરા વચ્ચે મોરબી જિલ્લામાં કેટલાક સ્થળોએ ભારે પવન સાથે માવઠું

વાવાઝોડાનાં ખતરા વચ્ચે મોરબી જિલ્લામાં કેટલાક સ્થળોએ ભારે પવન સાથે માવઠું

ભારતીય હવામાન વિભાગે રાજ્યના સૌરાષ્ટ્ર અને દરિયાકાંઠાના વિસ્તારોમાં આગામી એક-બે દિવસમાં ટાઉતે વાવાઝોડું સંભવિતપણે ત્રાટકી શકે તે અંગેની ચેતવણીઓ જારી કરી દીધી છે. પ્રશાસન દ્વારા પણ અગમચેતીના પગલાંઓ લેવામાં આવ્યા છે ત્યારે આજે ટાઉતે વાવઝોડાના ખતરા વચ્ચે જાણે વાવાઝોડાની અસર થઈ હોય તેમ આજે મોરબી જિલ્લામાં દિવસભર અસહ્ય બફારા અને ઉકળાટ વચ્ચે કેટલાક સ્થળોએ વાતવરણમાં જોરદાર પલટો આવ્યો હતો અને ભારે પવન ફૂંકાવાની સાથે વરસાદ પડ્યો હોવાના અહેવાલ મળ્યા છે. જેમાં મોરબી, ટંકારા અને વાંકાનેર પંથકના કેટલાક વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવાની સાથે વરસાદ પડ્યો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!