મોરબીના ઔદ્યોગિક વિકાસની સાથે પ્રદુષણ ની હરમાળાની ભેટ : પ્રદુષણના લીધે ગરમી અને વરસાદ ખેંચાતો હોવાનું જ્ઞાનવિદોનું મંતવ્ય
મોરબી પંથકમાં ધીમી ધારે વરસાદી માહોલ જામ્યો છે જેમાં મોરબી શહેરમાં અને ગ્રામ્ય પંથકમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે ત્યારે મોરબી શહેરના રવાપર રોડ,ગાંધી ચોક,શનાળા રોડ,સામા કાંઠા વિસ્તારમાં વરસાદ પડ્યો છે તો મોરબીના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ પડ્યો છે જેમાં મુખ્ય અને નજીકના ગામોની વાત કરવા જઈએ તો મોરબીના શનાળા,રવાપર,લીલાપર,ભરતનગર જુના સાદુરકા, નવા સાદુરકા,ટીબડી,ધરમપુર માં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે આ વરસાદ થી ખેડૂતોમાં આશાનું કિરણ જોવા મળી રહ્યું છે અને ખેડૂતોને વાવણી લાયક વરસાદ થતા સારા પાકની આશા સેવાઇ રહી છે તો બીજી બાજુ મોરબી જીલ્લામાં અસહ્ય ગરમી બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે ત્યારે છેલ્લા કેટલાક સમયથી મોરબીમાં મેઘરાજા ફક્ત દેખા દઈ જતા રહે છે ત્યારે ગરમી અને બફારો પણ ઘટવાને બદલે વધી રહ્યો છે જેને લઈને લોકો ત્રાહિમામ થઈ ચૂક્યા છે તો અમુક જ્ઞાનવિદોના જણાવ્યા અનુસાર મોરબીમાં ગરમી પ્રદુષણ ની છે જેના લીધે વરસાદ જલ્દી આવતો નથી અને આવે છે તો ટકતો નથી ત્યારે ગરમી અને બફારાનું બીજું કારણ મોરબીની ઔદ્યોગિક નગરીના વિકાસનો ફાળો પણ ગણી શકાય હાલ મોરબી શહેર અને જીલ્લામાં વરસાદ આવે એ ખેડૂતો અને લોકો માટે અતિ આવશ્યક છે.તો બીજી બાજુ ઔદ્યોગિક એકમો દ્વારા પણ ગ્રીન ટ્રિબ્યુનલ ના નિયમોનું પાલન કરવામાં આવે તે મોરબીના હિત માટે અતિ આવશ્યક છે જોકે આ વા ઘણા ઉદ્યોગકારો તો રહેણાંક પણ રાજકોટ કરી નાખ્યું છે ત્યારે મોરબીની પ્રજાએ વિકાસ સાથે આરોગ્ય ન જોખમાય એ ધ્યાન રાખવું અત્યંત આવશ્યક અનેં અનિવાર્ય છે.