Monday, May 20, 2024
HomeGujaratમોરબીમાં મોટર સાયકલ વાહન માટેની GJ-36 AD નવી સીરીઝ શરૂ થશે

મોરબીમાં મોટર સાયકલ વાહન માટેની GJ-36 AD નવી સીરીઝ શરૂ થશે

પસંદગીના નંબર ઓનલાઇન ઇ-ઓકશનથી ફાળવવામાં આવશે

- Advertisement -
- Advertisement -

મોરબી જિલ્લામાં મોટર સાયકલ વાહન માટેની સીરીજ GJ-36-AD 0001 થી 9999 ની પસંદગીના નંબર તા.૧૬/૦૭/૨૦૨૧ થી ઓનલાઇન ઇ-ઓકશનથી ફાળવવામાં આવશે. ટુ વ્હીલર પ્રકારના વાહનો માટે પસંદગી નંબર મેળવવા માટે નિયત ફી રૂ.૨૦૦૦/- તથા ગોલ્ડન નંબરની ઓછામાં ઓછી ફી રૂ.૮૦૦૦/- તથા સીલ્વર નંબરની ઓછામાં ઓછી ફી રૂ.૩૫૦૦/- સરકાર દ્વારા નકકી કરેલ છે. પસંદગી નંબર માટે અરજી જે વાહનોનો ટેક્ષ/કર મોરબી એ.આર.ટી.ઓ કચેરી ખાતે ભરપાઇ કરવામાં આવેલ હોય અને નોંધણી માટે અધિકારીની સહી થયેલ હોય તેવા જ ફોર્મને પસંદગી નંબર માટે ધ્યાને લેવામાં આવશે.

પસંદગીના નંબરો મેળવવા માટે તા.૧૬/૦૭/૨૦૨૧ તા.૨૯/૦૭/૨૦૨૧ સુધી https://parivahan.gov.in/fancy/ પર ઓનલાઇન અરજી કરી શકાશે તથા તા.૩૦/૦૭/૨૦૨૧ ના રોજ સવારે ૦૯:૦૦ થી તા.૩૧/૦૭/૨૦૨૧ ના રોજ ૧૬:૦૦ કલાક સુધી ઓનલાઇન ઇ-ઓક્શન ખુલ્લુ રહેશે અને તા.૩૧/૦૭/૨૦૨૧ ના રોજ ૧૭:૦૦ કલાકે કોમ્પ્યુટર દ્વારા જનરેટ થયેલ ઇ-ઓક્શનનું પરિણામ નોટીસ બોર્ડ તેમજ પરીવહન સાઇટ પર ઓનલાઇન પણ જોઇ શકાશે. ઇ-ઓક્શન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સફળ અરજદારોએ ભરવા પાત્ર થતી રકમ પાંચ દિવસમાં ઇ-પેમેન્ટથી ભરવા મોરબી સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની યાદીમાં જણાવાયું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!