રાજકોટ કમિશ્નર મનોજ અગ્રવાલ જેસીપી ખુરશીદ અહેમદ ડીસીપી ઝોન ૦૧પ્રવીણ કુમાર એસીપી એચ એલ રાઠોડ ના માર્ગદર્શન હેઠળ ભક્તિનગર પોલીસમથકના પીઆઈ જે ડી ઝાલા એ ભક્તિનગર પોલીસનથકના વાહનચોરીના અનેક ગુનાઓમાં સંડોવણી ધરાવતા વિજય લાભશંકર ધામેલ ઉવ.૩૧ ધંધો મજુરી કામ હાલ બાલાજી મંદિર પાસે રાજકોટ મૂળ રહે.રૈયાધાર રૂડી ચોક રાજકોટ વાળાની પાસા હેઠળની દરખાસ્ત કરી હતી.
જે દરખાસ્ત મંજુર થતા આરોપી વિજય ધામેલને પાસા હેઠળ સૂરત લાજપોર જેલ માં ધકેલવાનો હુકમ થતા આરોપીને પીઆઈ જે.ડી.ઝાલા,પીસીબી પીએસઆઈએન.કે.જાડેજા,પીએસઆઈ પી.બી.જેબલીયા તેમજ પોલીસ હેડ કોન્સ.નિલેશ મકવાણા, ઘનશ્યામ મેણીયા તેમજ પીસીબી ના હેડ કોન્સ.રાજુ દહેકવાલ,ઇન્દ્રજીતસિંહ સીસોદીયા અને રાહુલગિરી ગોસ્વામી સહિતની ટીમે આરોપીને શોધી અને ધરપકડ કરી કોવિડ ટેસ્ટ કરાવડાવી બાદમાં પાસા હેઠળ જેલ હવાલે કર્યો હતો.