Wednesday, December 25, 2024
HomeGujaratRajkotલે બોલ ! ચોરી કરેલા મુદામાલ નો ભાગ પાડતી વખતે જ રાજકોટ...

લે બોલ ! ચોરી કરેલા મુદામાલ નો ભાગ પાડતી વખતે જ રાજકોટ ભક્તિનગર પોલીસ ત્રાટકતાં દસ ચોરીના ગુના ધરાવતી ચોર બેલડી મુદામાલ સાથે પકડાઈ : ચોરીનો ભેદ ઉકેલાયો

લે બોલ ! ચોરી કરેલા મુદામાલ નો ભાગ પાડતી વખતે જ રાજકોટ ભક્તિનગર પોલીસ ત્રાટકતાં દસ ચોરીના ગુના ધરાવતી ચોર બેલડી મુદામાલ સાથે પકડાઈ : ચોરીનો ભેદ ઉકેલાયો

- Advertisement -
- Advertisement -

રાજકોટ કમિશ્નર મનોજ અગ્રવાલ અને જોઈન્ટ કમિશ્નર ખુરશીદ અહેમદ ઝોન ૦૧ ડીસીપી પ્રવીણ કુમાર અને એસીપી જે એલ રાઠોડ દ્વારા રાજકોટ શહેરની મિલકત સંબંધી ગુનાઓ શોધવાની સૂચનાના આધારે રાજકોટ ભક્તિનગર પોલીસમથકના ચોરીના ગુનામાં વોન્ટેડ બાવ અને દિકુ નામના ચોર બેલડીને ચોરાયેલા મુદમાલ નો ભાગ પાડતી વખતે પકડી પાડ્યાં રાજકોટ સીટી ભક્તિનગર પોલીસમથકના પીઆઈ જે ડી ઝાલા ,ડી સ્ટાફના પીએસઆઈ પી.બી.જેબલીયા ,એએસઆઈ ફિરોજભાઈ શેખ,પોલિસ કોન્સ્ટેબલ સલીમ મકરાણી, મનરૂપગીરી ગોસ્વામી, મૌસુરભાઈ કુંભરવાડિયા સહિતની ટીમને ખાનગી રીતે બાતમી મળી હતી કે આગાઉ અનેક ચોરીના ગુનામાં સંડોવાયેલી ચોર બેલડી બાવ અને દિકુ ડી માર્ટ નજીકના બગીચામાં ચોરીના મુદમાલ ના ભાગ પાડવા માટે ભેગા થવાના છે જેના આધારે ભક્તિનગર પીઆઈ જે ડી ઝાલાની ટીમે દોરોડો પાડયો હતો

મળેલી બાતમી અનુસાર ભકિતનગર પીઆઈ જે ડી ઝાલા સહિતની ટીમ શ્રધ્ધા પાર્ક રોડ પર આવેલ ડી માર્ટ મોલ પાસેના બગીચામાં આવેલા બાંકડા પાસે જઈ ચેક કરતાં ત્યાં આરોપી કિશન ઉર્ફે બાવ અરજણભાઈ અકેરાં ઉ.વ.૨૦ રહે.લોહાનગર,બાપા સીતારામ ની મઢુંલી પાસે ગોંડલ રોડ રાજકોટ અને મનસુખ ઉર્ફે દિકુ હરિભાઈ પરમાર રહે.લોહાનગર,બાપા સીતારામ ની મઢુંલી પાસે ગોંડલ રોડ રાજકોટ બન્ને પાસેથી ભક્તિનગર વિસ્તારમાંથી ચોરી થયેલ ચાંદીની ચીજ વસ્તુઓ મળી આવી હતી

જેમાં બાદમાં આ બંને આરોપીઓ અનેક ચોરીના ગુનામાં સંડોવણી ધરાવતા હોવાની શંકાને આધારે મોબાઈલ પોકેટ કોપમાં તપાસ કરતા બન્ને આરોપીઓ ચોરીનો ગુનાહિત ઇતિહાસ ધરાવતાં અને સુરક્ષા કવચ એપ્લિકેશનમાં પણ બંને આરોપીઓના નામ એ ડીવીઝન પોલીસમથકના એમસીઆર કાર્ડમાં હોવાનું જાણવા મળ્યું હતું બાદમાં પકડાયેલા બંને આરોપીઓની કડક રીતે પૂછ પરછ કરતા બંને આરોપીઓએ ચાર દિવસ પૂર્વે એટલે કે ગત તા.15 ઓગષ્ટના રોજ ભક્તિનગર સોસાયટીમાં આવેલ દરજીની વાડી પાસે આવેલા બંધ મકાનમાંથી આ તમામ ચાંદીની ચીજવસ્તુઓ ચોરી કર્યા હોવાનું કબલ્યુ હતું જેમાં ભક્તિનગર પોલીસે આ ચોર બલેડી કિશન ઉર્ફે બાવ અને મનસુખ ઉર્ફે દિકુ પાસેથી ચોરી થયેલાં ચાંદીની ગોળ પાનદની નંગ ૦૧,ચાંદીની ટ્રે પાઈપની પાંનદાની નંગ ૦૧,ચાંદીનો ટી સેટ ચાંદીની કીટલી નંગ ૦૧ તેમજ ચાંદીના કપ નંગ ૦૨ એ ઉપરાંત ચાંદીના ધાર્મિક છાપ વાળા સિક્કાઓ મળી કુલ ૪૫૦૦૦/- રૂપિયાના મુદામાલ કબ્જે કરી અને બંનેની કાયદેસરની કાર્યવાહી કરી કોરોના રિપોર્ટ કરાવી અને ધરપકડ કરી હતી .

આ ચોર બેલડી કિશન ઉર્ફે બાવ અને મનસુખ ઉર્ફે દિકુ ચોરીના આ સિવાયના અનેક ગુનામાં સંડોવણી ધરાવતા હોવાનું ખુલ્યું હતું જેમાં આરોપી કીશન ઉર્ફે બાવ અરજણ ભાઈ અકેરાં વર્ષ ૨૦૧૮માં અમરેલી સીટી,વર્ષ ૨૦૧૭માં રાજકોટ સિટીના બી ડિવિઝન,વર્ષ ૨૦૧૯ માં માલવીયા નગર,આજીડેમ પોલીસમથકમાં ચોરીના ગુનામાં ચોપડે ચડી ચુક્યો છે

જ્યારે આરોપી મનસુખ ઉર્ફે દિકુ હરિભાઈ પરમાર વર્ષ ૨૦૧૭ માં અમરેલી જીલ્લાના બાબરા પોલીસમથકમાં બે વાર ,વર્ષ ૨૦૧૮ માં અમરેલી સીટી પોલીસમથકમાં ,વર્ષ ૨૦૧૭ માં લીલીયા પોલીસમથકમાં તેમજ રાજકોટના વર્ષ ૨૦૧૭ માં ભક્તિનગર, વર્ષ ૨૦૧૮ માં ભક્તિનગર વર્ષ ,૨૦૧૭ માં ગાંધીગ્રામ,વર્ષ ૨૦૧૭ માં બી ડિવિઝન, વર્ષ ૨૦૧૯ માં માલવીયા નગર પોલીસમથકે અને આજીડેમ સહિતના અડધો ડઝનથી વધુ પોલીસમથકમાં ચોરીના અનેક ગુનાઓમાં સંડોવણી ધરાવતો હોવાનું ખુલ્યું છે ત્યારે રાજકોટ સીટી ભક્તિનગર પોલીસમથકના પીઆઈ જે ડી ઝાલા ને અઠંગ ચોર બેલડીને મુદામાલ સાથે ઝડપી પાડવામાં સફળતા મળી છે બંને આરોપીઓના કોવિડ ટેસ્ટ કરાવવા અને બાદમાં રિમાન્ડની તજવીજ હાથ ધરવા ભક્તિનગર પોલીસે કાર્યવાહી હાથ ધરી છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!