Friday, March 29, 2024
HomeGujaratરાજકોટ: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં બૂકી બજાર થયું સક્રિય, જાણો- કઈ રીતે રમાય...

રાજકોટ: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં બૂકી બજાર થયું સક્રિય, જાણો- કઈ રીતે રમાય છે કરોડોનો સટ્ટો

બૂકી બજારમાં તમામ મહાનગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાશે તે પ્રકારના વાવડ મળી રહ્યા છે.

- Advertisement -
- Advertisement -
- Advertisement -

રાજકોટ: રાજકોટ સહિત રાજ્યની 6 મહાનગર પાલિકાની ચૂંટણી માટે મતદાનની પ્રક્રિયા 21મી ફેબ્રુઆરીના રોજ યોજાવાની છે. જ્યારે 23મી ફેબ્રુઆરીના રોજ મત ગણતરી થવાની છે. 23મી તારીખના રોજ ગુજરાતની લોકલ બોડીની ચૂંટણીનું સાચું ચિત્ર સ્પષ્ટ થઇ જશે કે આખરે કઈ મહાનગરપાલિકામાં કયા પક્ષનું શાસન આવશે. ત્યારે મતદાન પ્રક્રિયા યોજાય તે પૂર્વે જ સટ્ટા બજારમાં હાલ ગરમાવો આવ્યો છે. બૂકી બજારમાં તમામ મહાનગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાશે તે પ્રકારના વાવડ મળી રહ્યા છે. હાલ સોશિયલ મીડિયામાં બૂકી બજારની એક આઈડીનો સ્ક્રીનશોટ પણ વાયરલ થઈ રહ્યો છે.

આ સ્ક્રીન શોટમાં બુકી બજાર દ્વારા પંટરોને કેટલાક વિકલ્પ આપવામાં આવ્યા છે. જે અંતર્ગત 576 સીટ પૈકી 425 ન થાય, 435 બેઠક થાય (ભારતીય જનતા પાર્ટીને મળનાર બેઠક) તે પ્રકારના આંકડા દર્શાવવામાં આવ્યા છે. સાથે સાથે રાજકોટ, અમદાવાદ, સુરત, વડોદરા, ભાવનગર અને જામનગર સહિતની મનપાની બેઠકના આંકડા પણ દર્શાવવામાં આવ્યા છે.

થાય ન થાયનું ગણિત શું છે?

સ્ક્રીનશોર્ટમાં જે પ્રકારે લખવામાં આવ્યું છે કે “BJP WILL WIN TOTAL SEATS IN 6 MUNICIPALITY CORPORATION.” જે અંતર્ગત નૉ (No) વાળી કોલમમાં 425નો આંક દર્શાવવામાં આવ્યો છે. જ્યારે કે યસ (Yes)ની કોલમમાં 435નો આંક દર્શાવવામાં આવ્યો છે.

જ્યારે કોઈ વ્યક્તિ આઇડી મારફતે જણાવે કે 425 ન થાય. તેનો મતલબ થાય કે ભાજપ 576 પૈકી 425 સીટ નથી જીતી રહી. એટલે કે જ્યારે પરિણામ આવે ત્યારે જો ભાજપ 1 થી લઇ 424 સીટ જ જીતે તો અને તો જ તે વ્યક્તિને તેની વિનિંગ એમાઉન્ટ મળવા પાત્ર થાય છે.

જ્યારે કોઈ વ્યક્તિ આઇડી મારફતે જણાવે કે 435 થાય. અને તેના પર ક્લિક કરે તો તેનો મતલબ થાય કે ભાજપ 576 પૈકી 435 સીટ અથવા તો તેથી વધુ સીટ જીતી રહી છે. એટલે કે જ્યારે પરિણામ આવે ત્યારે જો ભાજપ 1 થી લઇ 434 સીટ જ જીતે તો પૈસા લગાડનાર વ્યક્તિએ પોતાના પૈસા ગુમાવવાનો વારો આવે છે. જ્યારે કે જો પરિણામમાં 435 કે તેથી વધુ બેઠક જીત્યાનું પરિણામમાં આવે તો તે વ્યક્તિને તેની વિનિંગ એમાઉન્ટ મળવા પાત્ર થાય.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!