રાજકોટ શહેર પોલીસ કમિશ્નર, અધિક પોલીસ કમિશ્નર, નાયબ પોલીસ કમિશ્નર ક્રાઇમ તથા મદદનિશ પોલીસ કમિશ્નર રાજકોટ શહેર તરફથી રાજકોટમાં ગેરકાયદેસર નશાનો વેપાર કરતા ઇસમો સામે કાર્યવાહી કરવાનું જણાવેલ હોય જે અંગે કાર્યવાહી કરતા દરમિયાન રાજકોટ શહેર એસ.ઓ.જી.એ પ્રતીબંધ વેપોનો જથ્થો પકડી પાડયો છે.
મળતી વિગતો અનુસાર, ઉચ્ચ અધિકારીઓ તરફથી રાજકોટમાં ગેરકાયદેસર નશાનો વેપાર કરતા ઇસમો અને ગેર કાયદેસર રીતે વિદેશી બનાવટની વેપોનુ વેચાણ કરતા ઇસમો વિરૂધ્ધ કાર્યવાહી કરવાની સુચના આપવામાં આવેલ હોય જે અન્વયે ગઈકાલે રાજકોટ શહેર એસ.ઓ.જી. ના પી.આઈ. જે.ડી. ઝાલાની રાહબરી હેઠળ એસ.ઓ.જી. શાખાના સ્ટાફ દ્વારા કાલાવડ રોડ જલારામ પેટ્રોલ પંપની સામે રામ ઔર શ્યામ ગોલાની બાજુમાં સુમુખ કોમ્પલેક્ષમાં આશાપુરા પાન રાજકોટ શહેર ખાતેથી રેલનગર મેઈન રોડ ક્રિષ્ના પાર્ક બ્લોક નં.૪૦૨માં રહેતા અનીલભાઈ હરીશભાઈ વાલવાણી પાસેથી અલગ અલગ બ્રાન્ડની જુદી જુદી વેપો મળી કુલ રૂા. ૩૧,૨૦૦/- નો મુદ્દામાલ મળી આવતા આરોપી વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.