સાયલા નજીક થયેલ દારૂ ભરેલ ટ્રક પ્રકરણમાં રાજકોટ ક્રાઈમ બ્રાન્ચના પાંચ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને હજુ પણ નવા નવા ઘટસ્ફોટ થઇ રહ્યા છે ત્યારે ક્રાઇમ બ્રાન્ચ પર વધુ એક આક્ષેપ કરતો વીડિયો વાયરલ થયો છે.જેમાં રાજકોટમાં દારૂ વેચવાના ગુનામાં અગાઉ પકડાયેલ ચના ગાંડુભાઈ રાઠોડ નામના બુટલેગરનો વિડિઓ વાયરલ થયો છે જેમાં આરોપી બુટલેગર દેવાભાઈ અને પ્રવીણ અજગર નામના પોલીસ કર્મીઓ જ તેને દારૂ વેચવા આપી જતા હોવાની કબૂલાત આપી રહ્યો છે.આ વાયરલ વિડિઓ વર્ષ 2021 નો હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
અગાઉ ભક્તિનગર પોલીસ સ્ટેશન પીઆઇ જે.ડી.ઝાલા દ્વારા અમુક ‘માથાભારે’ પોલીસ કર્મીઓની દયાથી દારૂનું વેચાણ કરતા આવા બુટલેગર પર કાર્યવાહી કરીને રાજકોટ ક્રાઇમ બ્રાન્ચને સ્પષ્ટ સંદેશો દર્શાવવામાં આવ્યો હતો કે તેમના પોલીસ સ્ટેશન વિસ્તારમાં ક્રાઇમ બ્રાન્ચના ગેરકાયદેસર નિર્ણયો ચલાવવા દેવામાં નહિ આવે.પરંતુ અગાઉ કીધું એમ ‘માથાભારે’ પોલીસ કર્મચારીઓ હોવાથી તેમના દ્વારા કરાયેલી આ કાર્યવાહીની ખાસ અસર પડી ન હતી.
હવે સવાલ એ ઉભા થઈ રહ્યા છે કે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ ના પીઆઇ આ સમગ્ર કાંડ થી અજાણ છે કે ક્રાઇમ બ્રાન્ચના કર્મીઓ પીઆઇ ના કહ્યામાં નથી?જેથી આ સમગ્ર મામલે ઉચ્ચ કક્ષાએ તટસ્થ તપાસ થાય તે અત્યંત જરૂરી બન્યું છે