Friday, March 29, 2024
HomeGujaratમોરબી જિલ્લામાં અકસ્માત, અપમૃત્યુની ચાર ગોઝારી ઘટના નોંધાઈ

મોરબી જિલ્લામાં અકસ્માત, અપમૃત્યુની ચાર ગોઝારી ઘટના નોંધાઈ

મોરબી જિલ્લા મંગળવાર અમંગળ બન્યો હોય તેમ અકસ્માત, અપમૃત્યુની ચાર ગોઝારી ઘટના જુદા જુદા પોલીસ મથકે નોંધાઇ હતી જેને પગલે પોલીસે અપમૃત્યુની નોંધ કરી કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -
- Advertisement -

અપમૃત્યુના કેસની ટંકારા પોલીસ મથકેથી જાણવા મળતી વિગત અનુસાર ટંકારા તાલુકાના ધ્રુવનગર ખાતે રહેતા મૂળ દાહોદ જિલ્લાના વતની નંદાબેન શંકરભાઈ પરમાર નામની 21 વર્ષીય આદીવાસી પરિણીતાએ ગત તા.તા.૧૬/૦૪/૨૦૨૨ ના રોજ વિજયભાઈની વાડીએ કોઇ કારણસર ઝેરી દવા પી લીધી હતી.જે અંગે જાણ થતા તાત્કાલિક સારવાર અર્થે ટંકારા સરકારી હોસ્પિટલ મા ખસેડાયા હતા જ્યા વધુ સારવારની જરૂર જણાંતા રાજકોટ સરકારી હોસ્પિટલમાં લઈ જવાયા હતા જ્યા સારવાર કારગત ન નિવડતા પરિણીતાનું ચાલુ સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું જેથી સ્થાનિક પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.

વધુમા ટંકારા પોલીસ મથકે નોંધાયેલ અપમૃત્યુના કેસની વિગત અનુસાર તાલુકાના ભૂત કોટડા ગામે રહેતા અમીનભાઇ નાનજીભાઈ ચૌધરી નામના ૩૩ વર્ષીય યુવાન લીવર અને કીડનીની બીમારી ભોગવતા હતા જેની પ્રથમ સારવાર રાજકોટ લીધેલ સારૂ ન થરા પોતાના ઘેર પરત લાવ્યા હતા ત્યારબાદ તેનું મોત નીપજ્યું હતું.

તેમજ અપમૃત્યુના વધુ એક કેસની મોરબી તાલુકા પોલિસ ચોપડે નોંધાયેલ વિગત એવી છે કે મોરબીના ખાનપર ગામેં જંયતીભાઇની વાડીએ રહેતા મૂળ એમ.પી.ના સુનીતાબેન કાળુભાઇ બિલવાલ નામની ૧૪ વર્ષીય તરુણીએ જંયતીભાઇની વાડીએ ઓરડીમાં ગળેફાંસો ખાઈ જીવન લીલા સંકેલી લીધો હતી. મૃતકના પિતા ગત તા.૧૦/૦૪/૨૦૨૨ ના રોજ પોતાના વતનમાં જતા હોય અને તરુણીને પણ તેમની સાથે પોતાના વતનમાં જવુ હતું. પરંતુ તેના પિતા તેને સાથે નહી લઇ જતા તા.૧૬/૦૪/૨૦૨૨ ના રોજ સવારના અગીયારેક વાગ્યાના અરસામાં મનમાં લાગી આવતા ગળે ફાંસો ખાઇ લીધો હતો જે અંગે જાણ થતા તેની માતાએ ગળે ફાંસો ખાધેલ ચુંદડી દાતરડાથી તોડી બે-ભાન હાલતમાં નીચે ઉતારેલ બાદ સારવાર માટે મોરબી સરકારી હોસ્પીટલ ખાતે લાવતા ત્યા પ્રાથમીક સારવાર બાદ વધુ સારવાર માટે રાજકોટ સરકારી હોસ્પીટલ ખાતે ખસેડાઇ હતી જ્યાં તેમનું મોત નીપજ્યું હોવાનુ સામે આવ્યું છે.

આ ઉપરાંત અપમૃત્યુના બનાવ અંગે મોરબી સીટી એ ડિવીઝન પોલીસ મથકેથી જાણવા મળતી વિગત અનુસાર મોરબીના નાનીવાવડી ગામે રહેતા ગોવીંદભાઇ નારણભાઇ વાઘેલા (ઉ.વ.૩૭) શનાળા જી.આઇ.ડી.સી પાસે નવી બનતી બીલ્ડીંગના ત્રીજા માળે સેન્ટીંગકામના કરતા હતા આ દરમિયાન સળીયા ફીટ કરતા હોય તે વેળાએ અક્સ્માતે ત્રીજા માળેથી નિચે પડી ગયા હતા જેમાં તેઓને માથાના કપાળના ભાગે ગંભીર ઇજા થઈ હતી જેથી સારવાર માટે આયુષ હોસ્પીટલ ખસેડયા બાદ વધુ સારવાર અર્થે રાજકોટ સરકારી હોસ્પિટલમાં લઇ જવાયા હતા જ્યા તેઓનું મોત નીપજ્યું હોવાનું ફરજ પરના તબીબે જાહેર કર્યું હતું.આથી પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી કાર્યવાહી આગળ ધપાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!