રાજકોટ પોલીસ કમીશ્નર રાજુ ભાર્ગવ તથા એસ.પી. સૌરભ તોલંબીયા તથા નાયબ પોલીસ કમીશ્નર ઝોન-૧ સજનસિંહ પરમારે વાહન ચોરીના ગુન્હાઓ શોધી કાઢવા સુચના આપેલ હોય જે અન્વયે કામગીરી કરતા દરમિયાન રાજકોટ એલ.સી.બી. ઝોન-૧એ ચોરાઉ એક્ટીવા સાથે એક ઇસમને પકડી પાડી જેલ હવાલે કર્યો છે.
મળતી માહિતી અનુસાર, પો.સબ.ઇન્સ. બી.વી.બોરીસાગર તથા એલ.સી.બી. ટીમના માણસો પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન કોન્સ્ટેબલ રવીરાજભાઇ પટગીર તથા દીવ્યરાજસિંહ જાડેજા તથા સત્યજીતસિંહ જાડેજાની સંયુક્ત બાતમીના આધારે રાજકોટના કેશરી હિંદ પુલ ઉપર, પારેવડીચોક નજીક રહેતો અને મજૂરી કામ કરતો રોહીત જગાભાઇ પરમાર નામના ઇસમને પાંચેક માસ પહેલા હોસ્પીટલ ચોક,રાજકોટ ખાતેથી ચોરી કરેલ એક્ટીવા સાથે રોકી જી,જે-૦૩-કે.એલ-૭૮૯૦ નંબરની એક્ટિવાના નંબર તથા એન્જીન ચેસીસ નંબર પોકેટ કોપ એપ્લીકેશનમાં સર્ચ કરતા અન્ય વ્યક્તીના નામે રજીસ્ટર થયેલ હોવાનું જણાઇ આવતા મજકુર ઇસમ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.