ધ કેરાલા સ્ટોરી ફિલ્મને ગુજરાતમાં કરમુક્ત કરવા માટે ભાજપના જ નેતાઓ મેદાને આવ્યા છે અને એક બાદ એક નેતા મુખ્યમંત્રીને પત્ર લખી રહ્યા છે. ત્યારે આજે સાંસદ મોહનભાઇ કુંડારીયા તથા ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા દ્વારા મોરબી જિલ્લાની તમામ કોલેજની વિદ્યાર્થીનીઓને નીઃશુલ્ક ફિલ્મ બતાવવાની જાહેરાત કરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, સાંસદ મોહનભાઇ કુંડારીયા તથા ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા દ્વારા દ્વારા આતંકવાદના ભયાનાક સત્ય ઉજાગર કરવાના ઉદ્દેશ્ય સાથે આગામી તા.૧૧ થી ૧૯ મે ૨૦૨૩ સુધી દરરોજ બપોરે ૨:૦૦ થી ૦૫:૦૦ દરમિયાન સ્કાય સિનેમા, સ્કાય મોલ – મોરબી ખાતે મોરબી જિલ્લાની તમામ કોલેજની વિદ્યાર્થીનીઓને “TheKerala Story” ફિલ્મ નીઃશુલ્ક બતવામાં આવશે. ત્યારે ફિલ્મ જોવા માંગતી બહેનોને કાજલબેન ચંડીભમર – 9825488733, રમાબેન ગડારા – 9428860803, ભાવિનીબેન ડાભી – 9426201788 ને ફોન કરી રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. તેમજ તા ૧૦ થી ૧ર મે સુધીમાં કરાવાયેલ રજીસ્ટ્રેશન જ માન્ય રહેશે. તેવું મોરબી જિલ્લા ભાજપ સંગઠન દ્વારા જણાવવામાં આવ્યું હતું.