રેન્જ આઈજી સંદીપ સિંહે પોતેજ ડમી ફેસબુક એકાઉન્ટ બન્યાની જાણ કરી લોકોને કોઈ પણ મસેજ આવે તો જવાબ ન આપવા અને રિકવેસ્ટ એક્સેપ્ટ ન કરવા જણાવી છેતરપીંડી નો ભોગ બનતા અટકવા અપીલ કરી હતી જો કે આ ડમી એકાઉન્ટ ફેસબુક દ્વારા બંધ કરી દેવામાં આવ્યું હતું.
સોશ્યલ મીડિયાનો જેટલો સદુપયોગ છે તેટલો જ દુરુપયોગ ઓન થાય છે ત્યારે અનેક વખત સામાન્ય લોકોથી લઈને તમામ કક્ષાના લોકો આ સોશ્યલ મીડિયાના સાયબર ક્રાઇમનો ભોગ બને છે જેમાં આજે રાજકોટ રેન્જ આઈજી સંદીપ સિંહ ના નામનું ફેસબૂક એકાઉન્ટ કોઈ ઈસમો દ્વારા ડમી બનાવી લેતા પોલીસ દોડતી થઈ હતી જેમાં હેકરે ડમી એકાઉન્ટ ઉભુ કર્યા બાદ આઈપીએસ સંદીપ સિંહના તમામ લાગતા વળગતા લોકોને મેસેજ કરી નાણાંની માંગણી કરી હતી જો કે આ જાણ રેન્જ આઈજી સંદીપ સિંહને થતા જ તેઓએ પોતાના ઓર્થોરાઈઝડ એકાઉન્ટ પરથી સૂચના કરી લોકોને તેની ઓળખ આપી કોઈ મેસેજ કે રિકવેસ્ટ આવે તો તેનો જવાબ ન આપવા લોકોને અપીલ કરી હતી આવો જ કિસ્સો મોરબીના પણ ભાજપના આગેવાન સાથે બન્યો હતો અને મોરબી ચીફ ઓફિસર ગિરીશ સરૈયા પણ આ સાયબર ક્રાઇમનો ભોગ બનવામાંથી બાકાત નથી રહ્યાં ત્યાંરે રાજકોટ રેન્જ આઈજી સંદીપ સિંહનું ફેસબુક એકાઉન્ટ હેક થતાં ની સાથે જ સાયબર સેલ ,ટેકનીકલ સેલ સહિતની ટિમો કામે લાગી હેકર્સના આઇટી નમ્બર સહિતની તપાસ હાથ ધરી છે સાથે જ રેન્જ આઈજી સંદીપ સિંહે પણ તમામ તેના મિત્રોને પોતાના નામ વાળું બીજું ડમી એકાઉન્ટ બન્યાની જાણકારી આપી હતી જો કે બાદમાં સાયબર અને ટેકનીકલ ટિમ તેમજ ફેસબુક માં રિપોર્ટ કરતા ફેસબુક દ્વારા જ આ ગંભીરતાની નોંધ લઈને આ એકાઉન્ટ બંધ કરી દેવામાં આવ્યું છે.