Friday, March 29, 2024
HomeGujaratમોરબીની ઔદ્યોગીક તાલીમ સંસ્થા (આઇ.ટી.આઇ.)માં પ્રવેશ પ્રક્રિયાનો સાતમો રાઉન્ડ

મોરબીની ઔદ્યોગીક તાલીમ સંસ્થા (આઇ.ટી.આઇ.)માં પ્રવેશ પ્રક્રિયાનો સાતમો રાઉન્ડ

મોરબીની સરકારી ઔદ્યોગીક તાલીમ સંસ્થા (આઇ.ટી.આઇ.) ખાતે ચાલતા વિવિધ પ્રકારના કોર્ષ/વ્યવસાયોમાં પ્રવેશ સત્ર ઓગસ્ટ-૨૦૨૦માં ખાલી રહેલ બેઠકો માટે સાતમો તબક્કા માટેની ઓનલાઇન પ્રવેશફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવેલ છે. જેની છેલ્લી તા-૧૧/૦૨/૨૦૨૧ ના ૧૮:૦૦ કલાક સુધી સાતમા રાઉન્‍ડ-તબક્કા માટેની ઓનલાઇન પ્રવેશફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ રહેશે માટે પ્રવેશવાંચ્છું ઉમેદવારોએ ઔદ્યોગીક તાલીમ સંસ્થા મોરબી ખાતેથી તેમજ ઈન્ટરનેટના માધ્યમથી ઓનલાઈન https://itiadmission.gujarat.gov.in ઉપરથી નવીન પ્રવેશ ફોર્મ ભરી તેની પ્રિન્ટઆઉટ કાઢી જરૂરી લાયકાતના સ્વપ્રમાણીત પ્રમાણપત્રોની નકલો સાથે મોરબી ઘુંટુ રોડ ખાતે આવેલ સરકારી .ટી.આઇઆઇ ખાતે રૂ. ૫૦/- રજીસ્ટ્રેશન ફી ભરી તે અંગેની પહોંચ મેળવી લેવાની રહેશે. જે ઉમેદવારોએ અગાઉ મોરબી આઇ.ટી.આઇ. ખાતે પ્રવેશ લેવા માટે ઓનલાઈન પ્રવેશફોર્મ ભરેલ હોય અને કોઈ કારણોસર પ્રવેશ મેળવી શકેલ ન હોય તો તેવા ઉમેદવારોએ અગલથી રૂ. ૫૦/- રજીસ્ટ્રેશન ફી ભરવાની રહેતી નથી. તેઓએ ઓનલાઇન પ્રવેશફોર્મ,રજીસ્ટ્રેશનની રસીદની ઝેરોક્ષ નકલ સહિત મોરબી આઇ.ટી.આઇ ખાતે અરજી કરવાની રહેશે. ઉમેદવારે (૧) ધો-૦૮/૦૯/૧૦ ની માર્કશીટ (૨) પ્રયત્નનો દાખલો (Trial Certificate) (૩) શાળા છોડ્યાનુ પ્રમાણપત્ર (૪) જાતિનું પ્રમાણપત્ર (જો લાગુ પડતું હોય) (૫) આધારકાર્ડપાસપોર્ટ સાઈઝ ફોટો (૬) બેંક પાસબૂક (મરજીયાત) (૭) આવકનો દાખલો (૮) BPL (જો લાગુ પડતું હોય) મોરબી ના ઉમેદવારોને વધુ માહિતી માટે ૯૬૦૧૧ ૦૦૬૩૮, ૯૮૭૯૫ ૧૩૨૭૧, ૯૭૧૨૧ ૫૭૪૧૭ પર સંપર્ક કરવો. ઉમેદવારોએ જરૂરી અસલ પ્રમાણપત્રો તથા ઝેરોક્ષ નકલ સાથે લાવવા ઔદ્યોગિક તાલીમ સંસ્થા મોરબીના આચાર્યની યાદીમાં જણાવાયુ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!