Saturday, April 27, 2024
HomeGujaratરાજકોટ આરપીએફ સ્ટાફે વર્ષ દરમિયાન ટ્રેન-સ્ટેશન પર ભુલાયેલ 57 મુસાફરોના રૂ. 7.73...

રાજકોટ આરપીએફ સ્ટાફે વર્ષ દરમિયાન ટ્રેન-સ્ટેશન પર ભુલાયેલ 57 મુસાફરોના રૂ. 7.73 લાખની વસ્તુઓ પરત અપાવી

રેલવેમાં મુસાફરોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે તેઓની સેવામાં રાજકોટ રેલવે ડિવિઝન સ્ટાફ સતત ખડેપગે રહે છે ત્યારે રાજકોટ ડિવિઝનના આરપીએફ સ્ટાફે ટ્રેન માનવતાની જ્યોત જલાવી સ્ટેશન પર છૂટી ગયેલા 57 મુસાફરો ના રૂ. 7.73 લાખની કિંમતી ચીજવસ્તુઓ પરત અપાવી છે.

- Advertisement -
- Advertisement -

રાજકોટ ડિવિજનના સીનિયર ડીસીએમ અભિનવ જેફના જણાવ્યા મુજબ, 22 ફેબ્રુઆરી, 2022 ના રોજ, રાજકોટ રેલવે સ્ટેશન પર બેગ સ્કેનર ડ્યુટી પર તૈનાત મહિલા કોન્સ્ટેબલ પ્રિયાંશી દુબેને એક બેગ લાવારિસ પડી હોવાની માહિતી મળતા તેઓએ મશીન વડે આ બેગની તપાસ કરી હતી ત્યારબાદ આ બેગ ખોલતા તેમાંથી કુલ રૂ. 32000 નો માલસામાન મળ્યું હતો જેમાં રૂ. 28000 ની રોકડ, આશરે રૂ. 2000/-ની કિંમતના સ્પોર્ટ્સ શૂઝ અને રૂ. 2000/ની કિંમતની અમેરિકન ટુરિસ્ટર બેગનો સમાવેશ થાય છે. બેગમાંથી મળેલી ડાયરીમાં લખેલા મોબાઈલ નંબર પર પોલીસે મૂળ માલિક ચંચલ મુખર્જીનો સંપર્ક કરી 22મી ફેબ્રુઆરીના રોજ માહિતીની સંપૂર્ણ ચકાસણી કર્યા બાદ, બેગ અને તેનો બધો સામાન તેને પરત કરવામાં આવ્યો હતો

ઉલ્લેખનીય છે કે ચાલુ નાણાકીય વર્ષમાં રાજકોટ ડિવિઝનના આરપીએફ સ્ટાફે ઓપરેશન અમાનત હેઠળ અત્યાર સુધીમાં 57 મુસાફરોના ટ્રેન અને સ્ટેશન પર છૂટી ગયેલા રૂ. 7.73 લાખની કિંમતી ચીજવસ્તુઓ સુરક્ષિત રીતે પરત કરી છે. રાજકોટ ડિવિઝનના ડિવિઝનલ રેલવે મેનેજર અનિલ કુમાર જૈન અને ડિવિઝનલ સિક્યોરિટી કમિશનર પવન કુમાર શ્રીવાસ્તવે સંબંધિત રેલવે કર્મચારીઓની ત્વરિત કાર્યવાહી, પ્રમાણિકતા અને કામ પ્રત્યેના સમર્પણની પ્રશંસા કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!