Thursday, June 8, 2023
HomeGujaratહળવદના ટીકર નજીક રણમાં ઘુસેલ દબાણખોરોને હાંકી કાઢવા માંગ કરાઈ

હળવદના ટીકર નજીક રણમાં ઘુસેલ દબાણખોરોને હાંકી કાઢવા માંગ કરાઈ

મોરબી જિલ્લાના હળવદ તાલુકાના ટીકર પાસે કચ્છના નાના રણમાં ઘુસી ભુમાફિયાઓ દ્વારા ગેરકાયદે પ્રવુતિ કરવામાં આવતી હોવાથી વન્ય સૃષ્ટિનો ખો નિકલી રહ્યોં છે આથી દબાણખોરો સામે પગલાં લેવાની માંગ સાથે દિશા નિર્દેશ સમિતિ, ધ્રાંગધ્રા વિધાનસભાના જીતેન્દ્રકુમાર ( ભરતભાઈ ) રાઠોડે હળવદ ઘુડખર અભ્યારણ્યના આર.એફ.ઓને લેખિત રજૂઆત કરી માંગ ઉઠાવી છે.

- Advertisement -

કચ્છના નાના રણમાં ઘુડખર અભ્યારણના હળવદ રેન્જના ટીકર પાસે તાજેતરમાં જી.પી.એસ. લોકેશન ઉપર કેટલાક ભૂ માફિયાઓ દ્વારા ગેરકાયદેસર ઘુસી હજારો એકર જમીનમાં દબાણો કરવામાં આવ્યા છે. જે દબાણોને પગલે વન્ય જીવ સૃષ્ટિને મોટાંપાયે નુકસાન થઈ રહ્યું છે ત્યારે ભુમાફિયાઓને તાત્કાલિક અસરથી અભયારણ્ય વિસ્તારમાંથી હાંકી કાઢવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે. દબાણખોરો દ્વારા કરાયેલ દબાણ રણ વિસ્તારની જેવિક વન્ય સૃષ્ટિ માટે ખતરારૂપ હોય જેને લઈને ઘુડખર એ અભ્યારણ્ય વિભાગની સેન્ચુરીમાંથી આ દબાણો તાત્કાલિક અસર થી ખસેડવા અને આ દબાણ કર્તાઓ ઉપર કાયદેસર ની કાર્યવાહી કરવા માંગ ઉઠી રહી છે

આ વિસ્તાર સરકારની માલિકીનો રક્ષિત જાહેર કરવામાં આવ્યો હોય જે અભ્યારણ્યના વન્ય પ્રાણીઓ માટેનું અંતિમ પડાવ સ્થાન હોઈ ઘુડખર અભ્યારણ્યમાં વસવાટ કરતા અસંખ્ય વન્ય જીવો ના ખલેલ રૂપ પ્રવુતિ અભ્યારણ્યમાં ગેરકાયદેસર થતી પ્રવૃતિઓને તાત્કાલિક અસર થી રોકવી અત્યંત જરૂરી છે. વન્ય જીવો માટે આ અતિ સંવેદનશીલ વિસ્તાર છે જેમા દબાણથી વન્ય જીવોને નુક્શાની પહોંચી રહી છે.જેને લઈને સરકારી જમીનમાં ગેરકાયદેશર પ્રવૃતિ ને તાત્કાલિક અસર થી અટકાવવી એ અત્યંત જરૂરી છે. જો આ દિશામાં કાર્યવાહી કરવામાં નહિ આવે તો ગાંધીનગર સી.એફને રજૂઆત કરવાની અંતમાં જીતેન્દ્રકુમાર ( ભરતભાઈ ) રાઠોડે ચીમકી ઉચ્ચારી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!