Monday, November 25, 2024
HomeGujaratRajkotરાજકોટ શહેરના ભક્તિનગર પોલીસે 31 વાહન ચોરીમાં સંડોવાયેલા ચાર ઈસમોને 29 વાહન...

રાજકોટ શહેરના ભક્તિનગર પોલીસે 31 વાહન ચોરીમાં સંડોવાયેલા ચાર ઈસમોને 29 વાહન સાથે પકડી પાડ્યા : લખતરના વજેખણ ગામેભારે વરસાદ હોવા છતાં મુદ્દમાલ જપ્ત કરાયો

હરીન માત્રવાડીયા રાજકોટ ; રાજકોટ સીપી મનોજ અગ્રવાલ,જોઈન્ટ સીપી ખુર્શીદ અહેમદ ,ડીસીપી ઝોન 01 પ્રવિણકુમાર ,એસીપી એચ એલ રાઠોડ દ્વારા મિલ્કત સબંધી ગુનાઓ રોકવા સૂચના મળી હતી જેના આધારે પીઆઇ જે ડી ઝાલાની ટીમે કામગીરી કરતા ચોરીના અઢી ડઝન ગુના આચરનારા ઇસમોને મુદામાલ સાથે પકડવામાં સફળતા મળી છે

- Advertisement -
- Advertisement -


આ ગુનાઓની માહિતી આપતા રાજકોટ શહેર કમિશનર મનોજ અગ્રવાલે પત્રકાર પરિષદ યોજી જણાવ્યું હતું કે રાજકોટ સીટી ભક્તિનગર પીઆઇ જે ડી ઝાલાના માર્ગદર્શન હેઠળ એ એસ આઈ ફિરોઝ શેખ ,સલીમ મકરાણી અને રણજીતસિંહ સહિતની ટીમને ખાનગીરીતે બાતમી મળી હતી કે હિતેશ ઉર્ફે બાડો કારેણા,સંજય મેર અને અનિલ વડેખણીયાં,ગોપાલ રોજશરા એ મળી અનેક વાહનચોરીના ગુનાઓને અંજામ આપ્યો છે અને તમામ વાહનો સુરેન્દ્રનગર જીલ્લાના લખતર તાલુકાના વજેખણ ગામમાં સંતાડીને રાખ્યા છે જેથી આરોપી હિતેશ ઉર્ફે બાડા ચમનભાઈ કારેણાને સુરક્ષા કવચ એપમાં સર્ચ કરતા આ વ્યક્તિ હિતેશ ઉર્ફેબાડો બી ડિવિઝન પોલીસમથકમાં એમસીઆર કાર્ડ ધરાવતો હોવાનું જાણવા મળ્યું હતું જેથી પ્રથમ બે નમ્બર પ્લેટ વિનાના બુલેટ સાથે ત્રણ શખ્સોને પકડ્યા હતા અને તપાસ કરતા આ બુલેટ ચોરીનાં હોવાનું સામેં આવ્યું હતું જેમાં બાદમાં સરકાર દ્વારા લગાવેલા આઈ વે પ્રોજેક્ટ અંતર્ગતના સીસીટીવીમાં આરોપીઓની મુમેન્ટ ચેક કરતા આરોપીઓએ વધુ વાહનો ચોર્યા હોવાનું જાણવા મળ્યું હતું જેના આધારે આગવી ઢબે આરોપીઓની પૂછપરછ કરતા ત્રણેય આરોપીઓએ અને અન્ય એક ગોપાલ રોજાસરા નામના શખ્શ દ્વારા 31 વાહનો ચોર્યાની કબૂલાત આપી હતી જે ચોરી કરેલા વાહનો પૈકી 09 મોટરસાયકલ મોરબી જકાતનાકા પાસે આવેલા સ્મશાન નજીકની અવાવરૂ જગ્યાએથી જપ્ત કર્યા હતા જયારે અન્ય 18 વાહન અને બે એંજીન સુરેન્દ્રનગર ના લખતર તાલુકાના વજેખણ ગામેથી વરસાદમાં પુલટુટ્યા હોવા છતાં ભારે જહેમત ઉઠાવીને જપ્ત કર્યા હતા અને બાદમાં આ તમામ વાહનો રાજકોટ ભક્તિનગર પોલીસમથકે લાવી તેના મૂળ માલિકને જાણ કરવામાં આવી હતી પોલીસે ચારેય આરોપીઓને કોર્ટમાં રિમાન્ડની માંગણી સાથે રજૂ કરવાની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે  આ કામગીરીમાં ભક્તિનગર પીઆઇ જે ડી ઝાલા , પીએસઆઇ પી બી જેબલીયા ,એએસઆઈ ફિરોઝ શેખ ,સલીમ મકરાણી ,રણજીતસિંહ પઢારીયા,મનરૂપ ગોસ્વામી,હિરેન પરમાર,વાલજી જાડા,ભાવેશ મકવાણા,દિવ્યરાજસિંહ ઝાલા,મનીષ શિરોડિયા,હિતેન્દ્રસિંહ,રાજેશ ગઢવી અને મૈસુર કુભારવાડીયા જોડાયા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!