ભારતીય સાંસ્કૃતિક તહેવારોમાં ભાઈ-બહેનના પ્રેમના પ્રતીક સમાન રક્ષાબંધનની ઉજવણી માટે નવયુગ વિદ્યાલય – મોરબી દ્વારા વિશેષ આયોજન કરાયું હતું. આ આયોજન અંતર્ગત ધોરણ 11 ના વિદ્યાર્થીઓએ વિકાસ વિદ્યાલય ગૃહની મુલાકાત લઈ આ અનાથાશ્રમની બહેનો પાસે રાખડી બંધાવી આ પવિત્ર પર્વ ઉજવ્યું હતું. વિદ્યાર્થીઓ દ્વારા બહેનોને કોસ્મેટિક્સ બોક્સની ભેટ અપાઈ હતી તેમજ નાસ્તાનું આયોજન કરાયું હતું. સંસ્થાના પ્રમુખ પી. ડી. કાંજીયા તેમજ મેનેજમેન્ટ ટીમ દ્વારા આ પ્રસંગે વિકાસ વિદ્યાલય ગૃહની બહેનોને શુભેચ્છાઓ અપાઈ હતી.