અમદાવાદના ધંધુકા ખાતે કિશનભાઈ શિવાભાઈ બોળીયા નામના માલધારી યુવાનની હત્યાને પગલે ઠેર ઠેર અજંપા ભરી સ્થિતિ છે ત્યારે આ હત્યામાં સંડોવાયેલ આરોપીઓને ઝડપી ફાસ્ટટ્રેક કોર્ટમાં કેસ ચલાવી કડકમાં કડક સજા આપવામાં આવે તેવી માંગ સાથે મોરબી ખાતે રેલી દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ચાંપતા પોલીસ બંદોબસ્ત વચ્ચે હજારોની સંખ્યામાં અલગ અલગ હિન્દૂ સંગઠન ના લોકો જોડાયા હતા અને એ.ઇ.કોલેજ ગ્રાઉન્ડ થી રેલી નિકળીને કલેક્ટર કચેરી ખાતે પહોંચી હતી.
આ તકે વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, એકતા એ જ સંગઠન, શ્રી રાજપૂત કરણી સેના અને ભરવાડ, આહીર, રબારી સમાજ સહિત અન્ય માલધારી સંગઠનો ના હોદેદારો સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. રેલી ને પગલે કોઈ અનિચ્છનીય બનાવ ન બને એ માટે પોલીસ દ્વારા ચાંપતો બન્દોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.