અમૂક લોકો અહીંથી ચૂંટાયા બાદ ગદ્દાર બનીને બીજે જતા રહ્યા હું ક્યારેય ગદ્દાર નહિ બનું-લલિત કગથરા
મોરબી : ગુજરાત કોંગ્રેસનાં કાર્યકારી પ્રમુખ તરીકે ટંકારા પડધરીના ધારાસભ્ય લલિત કગથરાની નિમણુંક થતાં તેમનો સત્કાર કરવા માટે કોંગ્રેસ દ્વારા ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને રામધન આશ્રમથી રેલી નીકળ્યા બાદ પ્રદેશ કોંગ્રેસના નેતા, કોંગ્રેસના ધારાસભ્યો અને મોટી સંખ્યામાં કાર્યકરોએ ગાડી અને બાઈકના કાફલા સાથે જોડાઈને ભારે શક્તિ પ્રદર્શન કરેલ હતું. આ રેલી રામધન આશ્રમથી દ્વારકેશ પાર્ટી પ્લોટ ખાતે પહોંચીને પુરી થયા બાદ સભા યોજાઈ હતી.
સભામાં લલિત કગથરાએ નામ લીધા વિના મંત્રી બ્રિજેશ મેરજા પર નિશાન સાધ્યું હતું. લલિત કગથરાએ એવું નિવેદન આપ્યું હતું કે, હું ક્યારેય ગદ્દારી સહન નહી કરૂ,ગદ્દારને માફ નહિ કરી શકું. અમૂક લોકો અહીંથી ચૂંટાયા બાદ ગદ્દાર બનીને બીજે જતા રહ્યા.હું ક્યારેય ગદ્દાર નહિ બનું. આગામી દિવસોમાં ગામેગામ જઇને ખેડૂતોના મુદ્દા-મોંઘવારીનો મુદ્દો લઇને સૌરાષ્ટ્રના ગામેગામ ફરીશું.તેમજ મોરબી-સિરામીકની વેકેશનને લઇને લલિત કગથરાએ જીએસટી,ગેસના ભાવ અને નિકાલની નિતીને લઇને સિરામીક ઉધોગકારોની સ્થિતિ કફોડી હોવાનું જણાવ્યું હતું. જો સિરામીક ઉધોગ ચાલુ રહે તો મહિને ૧ કરોડનો ખર્ચ થાય છે, જો ઉધોગ બંધ રાખે તો ૫૦ લાખનો ખર્ચ થાય છે. સિરામીક ઉધોગકારો સરકારના ડરને કારણે ખૂલીને બહાર નથી આવી શકતા. સિરામીક ઉધોગકારોને બંધને અમારૂ સમર્થન છે.હું સરકારમાં રજૂઆત કરીશ,જરૂર પડીએ હું સિરામીક ઉધોગકારોની સાથે આંદોલન પણ કરીશ તેમ જણાવ્યું હતું.