આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના સંસ્થાપક ડો.પ્રવિણભાઈ તોગડીયાના માર્ગદર્શન હેઠળ સનાતન હિન્દુ ધર્મના આરાધ્ય દેવ પ્રભુ શ્રી રામની જન્મજયંતિ રામનવમી આગામી તા.૧૦-૪-૨૦૨૨ રવિવારના રોજ ભક્તિભાવપૂર્વક ધામધૂમથી ઉજવવા અંગે મોરબી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા આયોજન કરવામા આવ્યુ છે. જે અંતર્ગત જલારામ પ્રાર્થના મંદિર ખાતે સાંજે ૪ કલાકે રામધૂન, ૫ કલાકે સર્વજ્ઞાતિય ૫ થી ૧૨ વર્ષ ના બાળકો માટે વેશભુષા સ્પર્ધા, સાંજે ૭ કલાકે મહાઆરતી તેમજ રામભક્તો માટે મહાપ્રસાદ યોજાશે.
નિશુલ્ક અને સર્વજ્ઞાતિય વેશભુષામાં બાળકોએ પ્રભુ શ્રી રામનો વેશ ધારણ કરવા લનો રહેશે તેમજ ૨ મીનીટમા પોતાનુ વ્યક્તવ્ય આપવાનુ રહેશે. દરેક સ્પર્ધકોને ઈનામો પણ અર્પણ કરવામા આવશે. સ્પર્ધામા ભાગ લેવા માટે તા.૮-૪-૨૦૨૨ શુક્રવાર સુધી રજિસ્ટ્રેશન કરાવવુ અનિવાર્ય છે જે માટે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબીના અગ્રણી કૌશલભાઈ જાની- મો.૭૦૬૯૬૭૫૨૧૯ તથા હરીશભાઈ રાજા-મો.૯૮૭૯૨૧૮૪૧૫નો સંપર્ક કરવા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ મોરબીના મંત્રી નિર્મિત કક્કડની યાદીમાં જણાવ્યું છે.