મોરબી તાલુકાના સીતારામનગર (મકનસર) ગામે આગામી તારીખ 26 ડિસેમ્બરથી રામદેવ રામાયણ કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેનું સમાપન ૦૧ જાન્યુઆરીના રોજ થશે. જે દરમિયાન વિવિધ પ્રસંગો ઉજવવામાં આવશે. જેમાં વકતા શ્રી બાળ વિદુષી રતનબેન (રત્નેશ્વરીબેન) (ગુરૂશ્રી ભાવેશ્વરી માં) રામધન આશ્રમ મોરબી બીરાજી કથાનુ રસપાન કરાવશે.
આયોજકો દ્વારા આ તકે જણાવવામાં આવ્યું હતું કે, પરમ કૃપાળુ પરમાત્મા અલખ અવિનાશી શ્રી બાબા રામદેવજી મહારાજની અસીલ પ્રેરણાથી સીતારામ નગર (મકનસર) મુકામે રામદેવ રામાયણનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ભારતખંડમાં જેની અખંડજ્યોત અને નવરંગી નેજો લહેરાઈ રહ્યો છે. તેવા અલખ અવિનાશી બાબાશ્રી રામદેવજી મહારાજની પાવન કથા અને ઈતીહાસની અંદર સોનાના અક્ષરે કંડરાયેલા મહાન અવતારી પુરૂષો, જતી, સતી, સંતો, ભકતો અને સુરવીરોના પાવન ચારીત્ર્યનું રસપાન બાળ વિદુષી રતનબેનના મધુર અને સુરીલા કંઠથી કથાનુ રસપાન કરાવશે. આ શુભ પ્રસંગે સંતો-મહંતો અને દરેક જ્ઞાતિના આગેવાનો તેમજ જુદા-જુદા ગામના ભકતો ઉમટી પડશે. તો આ પ્રસંગે પધારી તન-મન-ધનથી સહયોગી બનવા આયોજકો દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. જેમાં પોથીયાત્રા:-તા.૨૬/૧૨/૨૦રરને સોમવાર બપોરે ૦૧:૩૦ વાગ્યે રામજી મંદિરથી નીકળી કથા મંડપે પધારશે. જે બાદ તા. ૨૭/૧૨/૨૦રરને મંગળવારના રોજ શ્રી કૃષ્ણ પાગડા નંદ મહોત્સવ યોજાશે. તેવી જ રીતે તા. ૨૮/૧૨/૨૦રને બુધવારના રોજ શ્રી રામદેવજી મહારાજ પ્રાગટ્ય, તા. ૨૯/૧૨/૨૦રરને ગુરૂવારના રોજ શ્રી ભૈરવ ઉધ્ધાર, તા. ૩૦/૧૨/૨૦૨ને શુક્રવારના રોજ શ્રી રામદેવજી મહારાજનો વિવાહ તેમજ તા. ૩૧/૧૨/૨૦૨૨ને શનિવારના રોજ શ્રી પાદનો મહીમા ગતગંમાના ભક્તોની કથા તથા તા.૧/૧/૨૦૨૩ને રવિવારના રોજ શ્રી રામદેવજી મહારાજ ની સમાધી, કથા વિરામ થશે.