Thursday, May 2, 2024
HomeGujaratહળવદના રાણેકપર ગ્રામ પંચાયતના સભ્ય અવિશ્વાસ પ્રસ્તાવના મતદાનમાં હાજર ન રહેતા પુત્રને...

હળવદના રાણેકપર ગ્રામ પંચાયતના સભ્ય અવિશ્વાસ પ્રસ્તાવના મતદાનમાં હાજર ન રહેતા પુત્રને ઢોર માર મરાયો

હળવદ તાલુકાના રાણેકપર ગામ પંચાયતના સભ્ય અવિશ્વાસ ના પ્રસ્તાવ ના મતદાનમાં હાજર રહેલ ના હોય જેનુ મનદુખ રાખી બે ઈસમોએ ગામ પંચાયતના સભ્યના પુત્રને જાતી પ્રત્યે અપમાનીત કરી અપશબ્દો ભાંડી માર મારતા સમગ્ર મામલે હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, હળવદ તાલુકાનાં નવા રાણેકપર ગામ ખાતે રહેતા વિક્ર્મભાઇ રણછોડભાઇ રાજપરાના પીતા રાણેકપર ગામ પંચાયતના સભ્ય હોય અને ગત તારીખ ૦૧ માર્ચના રોજ પંચાયતમાં અવિશ્વાસના પ્રસ્તાવના મતદાનમાં હાજર રહેલ ના હોય જેનુ મનદુખ રાખી નવઘણભાઇ ગણેશભાઇ ઉડેચા નામના ઈસમે તે જ દિવસે ફરીયાદીને ફોન કરી ગાળો આપી જાતી પ્રત્યે અપમાનીત કરી તેમજ ગત તારીખ ૧૧ માર્ચના રોજ નવઘણભાઇ ગણેશભાઇ ઉડેચા તથા રાજુભાઇ નવઘણભાઇ ઉડેચા (રહે બન્ને રાણેકપર) નામના બંને ઈસમોએ ફરીયાદીને ગાળો આપી કાંઠલો પકડી ગાલ ઉપર બે ઝાપટ મારી તથા લોખડનો પાઇપ લઈ આવી ફરિયાદીને જાતી પ્રત્યે જાહેરમાં અપમાનીત કરતા સમગ્ર મામલે હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!