Thursday, March 28, 2024
HomeGujaratમોરબીના રંગપર ગામ પાસે જાહેરમાં જુગાર રમતા પાંચ બાજીગરો ઝડપાયા

મોરબીના રંગપર ગામ પાસે જાહેરમાં જુગાર રમતા પાંચ બાજીગરો ઝડપાયા

સામાન્ય રીતે સાતમ આઠમમાં દરમિયાન જુગાર રમવાનો ક્રેઝ જોવા મળતો હોય છે. જોકે, છેલ્લા કેટલાક સમયથી તો હવે એવું લાગી રહ્યું છે કે, લોકો માટે જુગાર રમવી એક સામાન્ય બાબત થઈ ગઈ છે. ત્યારે મોરબી તાલુકા પોલીસે રંગપર ગામ પાસેથી ૫ બાજીગરોને જુગાર રમતા ઝડપી પાડ્યા છે.

- Advertisement -
- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબી તાલુકા પોલીસની ટીમ ગઈકાલે પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેઓને બાતમી મળી હતી કે, રંગપર ગામની સીમ, પેન્ટાગોન સિરામીક પાસે, લાઇટના અંજવાળે અમુક ઈસમો જુગાર રમી રહ્યા છે. જે હકીકતના આધારે પોલીસે સ્થળ પર રેઈડ કરી જુગાર રમતા કુલદિપભાઇ સુરજનસિંહ ચૌહાણ (રહે. પેન્ટાગોન સિરામીક, રંગપરની સીમ, તા.જી.મોરબી, મુળ રહે. લકપુરા, તા.ભોગાંવ, જી.મૈનપુરી, ઉત્તરપ્રદેશ), સંજીવસિંહ દશરથસિંહ રાજાવત (રહે. પેન્ટાગોન સિરામીક, રંગપરની સીમ, તા.જી.મોરબી, મુળ રહે. રાજપુરા, તા.મિહોના, જી.ભીંડ, મધ્યપ્રદેશ), ઇસલમુદ્દીન ઐજાજઅહેમદ અંસારી (રહે. જય ખોડીયાર મિનરલ્સ, રંગપરની સીમ, તા.જી.મોરબી, મુળ રહે. મૈદૌલી, તા.બધોર, જી.સિધ્ધી, મધ્યપ્રદેશ), શિવસિંહ રતીરામ ગૌતમ (રહે. ટોરસ સિરામીક, રંગપરની સીમ, તા.જી.મોરબી, મુળ રહે. ઉમરી, તા.રેંઢર, જી.જાલોન, ઉત્તરપ્રદેશ) તથા રાજેન્દ્ર સરમન રાણા (રહે. પેન્ટાગોન સિરામીક, રંગપરની સીમ, તા.જી.મોરબી, મુળ રહે.ગેરી કી ગૌડી, તા.જી.કરૌલી, રાજસ્થાન) નામના શખ્સોને પકડી પાડી તેમની પાસેથી કુલ રોકડા રૂ.૨૩,૪૦૦/-નો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!