સંસ્કૃતિ મંત્રાલય ભારત સરકાર દ્વારા આઝાદીની ૭૫મી વર્ષગાંઠની ઉજવણીમાં “આઝાદીકા અમૃત મહોત્સવ” અંતર્ગત જિલ્લા કક્ષા તથા રાજ્ય કક્ષા “રંગોળી સ્પર્ધા” નું આયોજન હાથ ધરવામાં આવેલ છે. આ સ્પર્ધા માં ભાગ લેવા અંગે ઓનલાઇન રજીસ્ટ્રેશન ની પ્રક્રિયા શરૂ કરવામાં આવેલ છે તથા ભાગ લેવા ઇચ્છુક સ્પર્ધકો ૧૫ ડિસેમ્બર સુધીમાં પોતાનું રજીસ્ટ્રેશન કરાવી શકે છે. રંગોળી સ્પર્ધામાં સ્પર્ધકે નિયત કરેલ સ્થળ પર રંગોળી બનાવવાની રહેશે. આ રંગોળીનો મુખ્ય વિષય સ્વતંત્રતા આંદોલન રહેશે જેમાં સ્વતંત્રતા સંગ્રામના સહિદો અને તેને લગતા પ્રસંગોની રંગોળી બનાવવાની રહેશે.
રંગોળી સ્પર્ધામાં ૧૬ થી ૪૫ વર્ષનાં તમામ ભારતીયો માટે ખુલ્લી છે. આ સ્પર્ધા માં ભાગ લેનાર સ્પર્ધકે નિર્ધારીત નિયમો અનુસાર રંગોળી બનાવવાની તમામ સામગ્રી જાતે લાવવાની રહેશે. રંગોળી સ્પર્ધામાં પેન્સિલ/ચોક નો ઉપયોગ થઇ શકશે નહિ. તમામ સ્પર્ધક ને ૪x૪ ફૂટની જગ્યા રંગોળી બનાવવા માટે આપવામાં આવશે અને આ રંગોળી સ્પર્ધકે ૧૫૦ મિનિટ (અઢી કલાક)માં પુર્ણ કરવાની રહેશે. આ સ્પર્ધા ત્રણ સ્ટેજમાં યોજવામાં આવનાર છે. જિલ્લાકક્ષાની સ્પર્ધા જે તમામ જિલ્લાઓમાં તા.૧૪/૦૧/૨૦૨૨ સુધીમાં અચુક યોજવામાં આવશે, રાજયકક્ષાની સ્પર્ધા તા.૨૦/૦૧/૨૦૨૨ થી તા.૨૮/૦૧/૨૦૨૨ સુધીમાં યોજવામાં આવશે, રાજયકક્ષાની સ્પર્ધામાં વિજેતા થયેલ કલાકરોની રાષ્ટ્રીયકક્ષાની સ્પર્ધા તા.૦૫/૦૨/૨૦૨૨ ના રોજ નવી દિલ્હી ખાતે યોજાશે.
આ સ્પર્ધામાં ભાગ લેવા ૧૫ ડિસેમ્બર-૨૦૨૧ સુધીમાં http://amritmahotsav.nic.in/rangolimaking-competition.htm વેબસાઇટ પર તથા સાદા કાગળમાં પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ્સ સાથે નામ, સરનામું, મોબાઈલ નંબર, વિગત લખી જિલ્લા યુવા વિકાસ અધિકારીના ઇ-મેઈલ આઈડી: [email protected] પર રજીસ્ટ્રેશન કરાવી આથી જિલ્લા યુવા વિકાસ અધિકારી દ્વારા જણાવવામાં આવેલ છે.