કુંવરજી નામની ખાનગી કંપનીએ હળવદ ટર્મિનલ રેલવે યાર્ડમાં માલ લોડિંગના શ્રીગણેશ કર્યા, આગામી સમયમાં ખેડૂતો માટે વેર હાઉસ બનાવશે
હળવદ : હળવદના સુખપર ગામે આવેલ રેલવે યાર્ડમાં કુંવરજી નામની ખાનગી કંપનીએ હળવદ ટર્મિનલ રેલવે યાર્ડમાં માલ લોડિંગનો કાર્યભાર આજથી ચાલું કરી લીધો છે અને આજથી કુંવરજી નામની ખાનગી કંપનીએ હળવદ ટર્મિનલ રેલવે યાર્ડમાં માલ લોડિંગના શ્રીગણેશ કર્યા છે.જેમાં હળવદ ટર્મિનલ રેલવે યાર્ડમાં પ્રથમ રેંકને બેંગ્લોર રવાના કરાઈ છે.
વેર હાઇસિંગ, લોજીસ્ટિક, ટ્રાન્સપોર્ટેશન સહિત વિવિધ ક્ષેત્રે મોટી નામના ધરાવતા કુંવરજી ગ્રુપે હળવદના સુખપર ગામે આવેલ ટર્મિનલ રેલવે યાર્ડમાં માલના લોડિંગનું કામ સાંભળ્યું છે.આજે આ કંપની દ્વારા હળવદના સુખપર ગામે આવેલ ટર્મિનલ રેલવે યાર્ડમાંથી પ્રથમ 90 કન્ટેનર સાથેની રેંકને બેગ્લોર રવાના કરી દેવામાં આવી છે.આ કંપની દ્વારા ભવિષ્યમાં હળવદ તાલુકાઓના માલ લોડિંગનું મોટાપાયે કામ કરવાનું નક્કી કર્યું છે.જેમાં વેર હાઉસ બનાવવા આવશે.તેમજ ઇ માર્કેટ કન્ટેનરને ઓલ ઇન્ડિયામાં પહોંચાડવાનું આયોજન છે.ખાસ કરીને ખેડૂતોનો માલ બહાર પહોંચાડવા માટે આ કંપનીએ કટિબદ્ધતા દર્શાવી છે હળવદ તાલુકાના ખેડૂતો સાહિતનાઓને મોટો લાભ થશે.તેમજ રોજગારીની નવી તકો ઉભી થશે.હળવદના સુખપર ગામે ત્રણ વર્ષ પહેલાં ટર્મિનલ રેલવે યાર્ડ બન્યું છે હાલમાં અહીં 250 લોકો રોજી રોટી મેળવે છે.ભવિષ્યમાં કંપની દ્વારા ઓલ ઇન્ડિયામાં માલ લોડિંગથી સ્થાનિક લોકોને વધુ સારો ફાયદો થવાની આશા છે.