પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી દેવજીભાઈ જીણાભાઈ ચાવડા (ઉ.વ.૭૨ રહે. વજેપર વાડી વિસ્તાર) વાળાની માલિકીની રવાપર ગામની સર્વે નંબર ૨૬/૩ની એ-૩-૩૯ ગુઠા હે.ચો.મી. ૧-૬૦-૮૬ વાળી જમીનને ભળતા નામ વાળા ખોટા વ્યક્તિએ પૂર્વ આયોજીત કાવતરું રચીને ખોટા દસ્તાવેજ બનાવી તેમજ ખોટા આઈડી પ્રુફ અને ખોટા ફોટોગ્રાફ ઉભા કરી જમીન પચાવી પાડી હતી. જે અંગે પોલીસ ટેકનિકલ તથા હ્યુમન સોર્સ દ્વારા ગુનો શોધવા પ્રયત્નશીલ હોય દરમ્યાન ચોક્કસ માહિતી મળી હતી કે વિશ્રામ જગમલ મિસ્ત્રી (રહે. દબડા રોડ, મફતિયાપરા, અંજાર) વાળાએ આ ગુનો આચર્યો છે. તેને પોતાના આધારકાર્ડ નંબર 2563 6451 1432માં દેવજીભાઈ જીણાભાઈ ચાવડાનું નામ એડિટ કરી ખોટું આધારકાર્ડ બનાવેલ હતું. જેમાંથી ખાનગી રાહે તપાસ કરાવતા આરોપી મળી આવ્યો હતો. અને તેની પૂછપરછ કરતા તેનું સાચું નામ ભરતભાઇ વ્રજલાલભાઈ પરમાર ઉર્ફે દેવજીભાઈ ચાવડા ઉર્ફે વિશ્રામ જગમલ મિસ્ત્રી (ઉ.વ.63 રહે. હાલ અંજાર મૂળ જામખંભાળીયા) હોવાનું માલુમ પડ્યું હતું. પોલીસે આ આરોપીની ધરપકડ કરી રિમાન્ડ મેળવી વધુ પૂછપરછ કરવા તથા અન્ય સહ આરોપીઓને પકડી પાડવા કાર્યવાહી હાથ ધરી છે.
આ કામગીરીમાં ડીવાયએસપી રાધિકા ભારાઈ, એએસઆઈ સુરેશભાઈ ઠોરિયા, ફારૂકભાઈ પટેલ, રવિભાઈ લાવડીયા તથા જયેશભાઇ બાલાસરા સહિતનાઓ રોકાયેલા હતા.









