Saturday, December 28, 2024
HomeGujaratહળવદમાં જન આશીર્વાદ યાત્રા પહોંચતા સભા યોજાઈ: કેન્દ્રીય મંત્રી ડો. મહેન્દ્ર મુજપરાનું...

હળવદમાં જન આશીર્વાદ યાત્રા પહોંચતા સભા યોજાઈ: કેન્દ્રીય મંત્રી ડો. મહેન્દ્ર મુજપરાનું અભિવાદન કરાયું

કેન્દ્રીય મંત્રી અને સુરેન્દ્રનગરના સાંસદ ડૉ.મહેન્દ્ર મુંજપરાની હળવદ ખાતે જન આશીર્વાદ યાત્રા આવી‌ પહોંચી

- Advertisement -
- Advertisement -

હળવદ શિશુ મંદિર ‌ખાતે સુરેન્દ્રનગર જિલ્લા સાંસદ અને કેન્દ્રીય રાજ્યમંત્રી ડૉ. મહેન્દ્ર મુંજપરા, મહિલા અને બાલ વિકાસ મંત્રાલય તથા આયુષ મંત્રાલય, દિવસની જનસદ યાત્રા હળવદ ખાતે આવી પહોંચતા સભા યોજાઈ હતી ડો. મહેન્દ્ર મુજપરાનું અભિવાદન કરવામાં આવ્યું હતું.

નવનિયુક્ત તમામ કેન્દ્રીય મંત્રીઓ જનઆશીર્વાદ યાત્રા લઈને પોતાના મતવિસ્તારમાં જઈને લોકોના આશીર્વાદ પ્રાપ્ત કરવાના છે ત્યારે આ કાર્યક્રમ અંતર્ગત કેન્દ્રીય મંત્રી ડૉ. મહેન્દ્ર મુંજપરા જન આશીર્વાદ યાત્રા લઈને હળવદ તાલુકાની જનતાના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે આવી પહોંચ્યા હતા. આ યાત્રા માટેલધામ થઈને શિવપુર – માથક – કડીયાણા – સુંદરગઢ – શિરોઇ – માનસર થઈને હળવદ શિશુમંદિર ખાતે આવી પહોંચી હતી. સાંસ્કૃતિક કાર્યક્રમ અને અભિવાદન કરવામાં આવ્યું હતું.

આ અવસરે ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ જયંતિ કવાડીયા, મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજી દેથરીયા, મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ ચંદુભાઈ સિહોરા, નિતિનભાઈ ભારદ્વાજ, મોરબી જિલ્લા ભાજપ મહામંત્રી રણછોડભાઈ દલવાડી, પાટીદાર અગ્રણી જશુભાઇ પટેલ, એપીએમસી ચેરમેન રણછોડભાઈ પટેલ, પ્રભારી પ્રકાશભાઈ સોની, પાલીકા પ્રમુખ રમેશભાઈ પટેલ, અજયભાઈ રાવલ, બીપીનભાઈ દવે, ધર્મેન્દ્રસિંહ ઝાલા, નરેન્દ્રસિંહ ઝાલા, વાસુદેવભાઈ પટેલ, તપનભાઈ દવે, વલ્લભભાઈ પટેલ, રજનીભાઇ સંઘાણી, રમેશભાઇ ભગત, કેતનભાઈ દવે, પરસોતમભાઈ ધારાસભ્ય, પ્રમુખ, મંત્રીઓ, પ્રદેશ મહિલા મોરચાના મંત્રીઓ, તમામ કોર્પોરેટરો તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં હતા. આ જન આશીર્વાદ યાત્રા અમદાવાદથી શરૂ થઈ સુરેન્દ્રનગર મુકામે પૂર્ણ થશે. જેનું સંપૂર્ણ સંચાલન કેન્દ્રીય રાજ્યમંત્રી ડૉ. મહેન્દ્ર મુંજપરાના નેતૃત્વમાં રહેશે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!