મોરબી પરશુરામ યુવા ગ્રુપના નવા હોદેદારોની ગઇકાલે પરશુરામજન્મ જયંતીના દિવસે નિમણુંક કરવામાં આવી હતી.નવા નિમાયેલા હોદેદારોએ સમાજ કલ્યાણ માટેના તમામ કાર્ય કરશે તેવા સંકલ્પ લીધા હતા.
દર વર્ષેની જેમ આ વર્ષે પણ શ્રી પરશુરામ યુવા ગ્રુપ મોરબીનાં વર્ષ ૨૦૨૪-૨૫ના નવા હોદેદારોની વરણી કરવામાં આવી હતી. જેમાં પ્રમુખ તરીકે જયદીપભાઈ મહેતા, મહામંત્રી તરીકે ઋષિભાઈ મહેતા, ધ્વનિતભાઈ દવે અને હાર્દિકભાઈ ભટ્ટની વરણી કરવામાં આવી છે. સાથે નવનિયુક્ત તમામ હોદેદારો એ આગામી વર્ષ દરમ્યાન સમાજ કલ્યાણ માટેના તમામ કાર્ય નિસ્વાર્થ અને નિષ્ઠાથી કરવાનો સંકલ્પ કર્યો હતો.