મોરબીની નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન દ્વારા શિક્ષકોની ભરતી બહાર પાડવામાં આવી છે. જેમાં જૂન – 2024 થી શરૂ થતા શૈક્ષણિક સત્ર માટે પ્રાથમિક, માધ્યમીક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગ માટે શિક્ષકોની જરૂર છે. તેમજ કોલેજ વિભાગમાં અલગ અલગ પોસ્ટ માટે ભરતી કરવામાં આવશે. તે ઉપરાંત બિન શૈક્ષણિક વિભાગ માટે પણ ભરતી પ્રક્રિયા કરવામાં આવશે.
નવયુગ યુગ ઓફ એજ્યુકેશન મોરબી દ્વારા અલગ અલગ વિભાગમાં ભરતી બહાર પાડવામાં આવી છે. જૂન – 2024 થી શરૂ થતા નવા શૈક્ષણિક સત્ર માટે ભરતી પ્રક્રિયા હાથ ધરાઈ છે. જેમાં પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગ માટે તમામ વિષયો માટે શિક્ષકો જેમની શૈક્ષણિક લાયકાત P.T.I , B.ed, B.P,Ed,M.C.A. અને પ્રિન્સિપાલ માટે ધોરણ 1 થી 12 માં મેનેજમેન્ટ કરી શકે તેવા ઉમેદવાર, કોલેજ વિભાગ માટે B.Sc./M.Sc. પ્રિન્સિપાલ માટે લાયકાત B.Sc./M.Sc માં Ph.D., B.B.A / M.B.A કોલેજમાં લેબ આસિસ્ટટં માટે લાયકાત M.B.A અને M.com, B.com /B.Ed કોલેજ માટે આસિસ્ટન પ્રોફેસર માટે M.Ed.LL.M. તેમજ LL.B/ Nursing, B.M.L.T નર્સિંગ ટ્યૂટોર અને ઓલ વિષય માટે B.Sc.(N), M.Sc.(N) ની ભરતી કરવાની છે. તેમજ બિન શૈક્ષણિક વિભાગ માટે ડાન્સ ટીચર (લેડીઝ), એકાઉન્ટ, સ્પોટ્સ, / NCC -ANO(લેડીઝ), ડ્રોઈંગ, H.R, કો-ઓર્ડિનેટર, રિસેપશનિસ્ટ, બિલ્ડીંગ મેઇન્ટેનન્સ સુપર વાઇઝર, કેમ્પસ સુપર વાઇઝર, દ્રાઇવર, પિત્તવાળા બહેનો, સ્વીપર, સેક્યુરીટી, સ્કૂલ બસ પોતાની મૂકી શકે તેવા કોન્ટ્રાક્ટ, વગેરેની ભરતી કરવાની છે. જેના માટે લાયકાત ધરાવતા ઉમેદવારો 10 દિવસમાં અરજી કરી શકશે અને તેના માટૅ ઇમેઇલ navyugrecruitment@gmail.com અથવા મોબાઈલ નં. 95748 72583 પાર વોટ્સએપ પર મોકલી શકાશે. તેમજ સ્કૂલ માટે વાય મર્યાદા 18 થી 45 વર્ષની રહેશે અને શિક્ષકો માટેની જગ્યામાં B.Ed કે P.T.C ફરજીયાત રહેશે.