ગઈકાલે ગુરુવારે મોરબી જિલ્લાના તમામ તાલુકામાંથી પોલીસે કર્ફ્યુ ભંગ તથા કોરોના ગાઈડલાઈનનો ભંગ કરતા ૩૩ જેટલા લોકો સામે પોલીસે કડક કાર્યવાહી કરી હતી. જેમાં મોરબી સીટી એ.ડીવી. પો. સ્ટે. વિસ્તારમાં 10 લોકોને જાહેરનામાં મુજબ કરફ્યૂ ભંગ તથા માસ્ક વિના ફરતા ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી હતી. મોરબી બી ડીવી. પો. સ્ટે. વિસ્તારમાં ચાર રીક્ષાચાલકો વધુ પેસેન્જર બેસાડી નીકળતા સામે આઇપીસી કલમ 188, 269 તથા એપિડેમીક ડીસીઝ એક્ટ 1897ની કલમ 3 મુજબ ગુન્હો નોંધી ઉક્ત વાહનો ડિટેઇન કરી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી હતી. જ્યારે ખાસ અને ઇમરજન્સી કામ વગર આંટાફેરા કરતાં ત્રણ શખ્સો તેમજ ખારીનાકા પાસેથી કર્ફ્યૂ દરમ્યાન દુકાન ખુલી રાખનાર દુકાનદાર સામે પણ કાર્યવાહી કરવામાં આવી હતી. વાંકાનેર સીટી પોલીસ સ્ટે. વિસ્તારમાં વધુ પેસેન્જર ભરીને નીકળેલા રીક્ષાચાલક તેમજ દુકાનમાં માસ્ક પહેર્યા વગર ધંધો કરતા 5 દુકાનદારો સામે જાહેરનામાં ભંગની વિવિધ કલમો હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.જ્યારે વાંકાનેર તાલુકા પોલીસે માસ્ક તથા સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરનાર 4 દુકાનદારો તેમજ વધુ પેસેન્જર ભરીને નીકળેલા રીક્ષાચાલક સામે વિવિધ જાહેરનામા ભંગની અલગ અલગ કલમો હેઠળ કેસો કરી ધોરણસરની કાર્યવાહી કરી હતી. ટંકારા પોલીસે નગરનાકા પાસેથી કર્ફ્યૂ દરમ્યાન તુફાન વાહન લઈને નીકળેલા વ્યક્તિ સામે ગુન્હો નોંધી ઉક્ત વાહન ડિટેઇન કરી ધોરણસરની કાર્યવાહી કરી હતી. સાથે એક રીક્ષાચાલક સામે વધુ પેસેન્જર ભરવા બદલ તેમજ 3 લારી ધારક સામે વધુ લોકો એકત્ર કરવા બદલ કાર્યવાહી કરવામાં આવી હતી. આમ પોલીસ દ્વારા રાત્રિ કર્ફ્યુ તથા કોરોના ગાઈડલાઈનની કડક અમલવારી કરાવવામાં આવી હતી.