મોરબીમાં કોરોનાની હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાત્રિ કર્ફ્યુ તથા આંશિક લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. પોલીસ દ્વારા કોરોના ગાઈડલાઈન તથા કર્ફ્યુ જાહેરનામાની ચુસ્ત અમલવારી કરાવવામાં આવી રહી છે ત્યારે ગઈકાલે સોમવારે મોરબી જિલ્લામાં પોલીસ દ્વારા કર્ફ્યુ જાહેરનામાંનો ભંગ કરનારા ૩૪ જેટલા લોકો વિરુદ્ધ ગુનો નોંધી કડક કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં મોરબી સીટી પોલીસ સ્ટે. વિસ્તારમાં રાત્રી કર્ફ્યૂ દરમ્યાન કોઈ ખાસ કામ વગર બહાર નીકળેલા ૨ નાગરિકો સામે, મીની લોકડાઉનમાં આવશ્યક સેવાની કેટેગરીમાં ન આવતી હોવા છતાં ઇલેક્ટ્રિકની દુકાન ખુલ્લી રાખતા ૧ વેપારી સામે, પાનની દુકાન ખુલ્લી રાખતા ૩ ધંધાર્થી, પરોઠા હાઉસ ખુલ્લું રાખતા ૧ સામે, ગિફ્ટ આર્ટિકલની દુકાન ખુલ્લી રાખતા ૧ દુકાનદાર સામે, હાર્ડવેરની દુકાન ખુલ્લી રાખતા ૨ દુકાનદાર સામે, દાબેલીની દુકાન ખુલ્લી રાખતાં ૧ ધંધાર્થી સામે, સ્ટેશનરી અને ઝેરોક્ષની દુકાન ખુલ્લી રાખતાં ૧ દુકાનદાર સામે, માસ્ક વગર જાહેરમાં ફરતા ૧ નાગરિક સામે તથા બી.ડીવી. પોલીસે માસ્ક વગર જાહેરમાં ફરતા ૩ નાગરિકો સામે, સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરી વધુ પેસેન્જર બેસાડતા ૨ રીક્ષાચાલક સામે, રાત્રી કર્ફ્યુ દરમ્યાન રીક્ષા લઈને નીકળેલા ૧ રીક્ષાચાલક સામે, રાત્રી કર્ફ્યુ પગપાળા જઈ રહેલા ૩ નાગરિક સામે અને મોરબી તાલુકા પોલીસે માસ્ક પહેર્યાં વિના તથા વધુ પેસેન્જર બેસાડવા બદલ ૨ રિક્ષાચાલક સામે, જ્યારે વાંકાનેર સીટી. પોલીસે માસ્ક પહેર્યા વગર તથા કોવિડ ટેસ્ટ કરાવ્યા વગર તથા દંડ આપવાની આનાકાની કરનાર ૧ વાસણ વેંચતા દુકાનદાર સામે, ૧ રેડીમેન્ટ ગારમેન્ટના દુકાનદાર સામે, માસ્કવિના જાહેરમાં ફરતા ૧ નાગરિક સામે, જ્યારે વાંકાનેર તાલુકા પોલીસે કોરોના ગાઈડલાઇન્સના નિયમ-જાહેરનામા વિરુદ્ધ વધુ પેસેન્જર બેસાડતા ૧ રિક્ષાચાલક સામે, માળીયા મિયાણા પોલીસે કોવિડ ટેસ્ટ કરાવ્યા વગર તથા ગ્રાહકો વચ્ચે સોશિયલ ડિસ્ટન્સનાં નિયમનું પાલન ન કરતા ૨ શાકભાજીના ધંધાર્થીઓ સામે, વધુ પેસેન્જર બેસાડીને સોશિયલ ડિસ્ટન્સનું ઉલ્લંઘન કરતા ૧ રીક્ષાચાલક સામે જ્યારે ટંકારા પોલીસે ૨ રિક્ષાચાલક સામે, હળવદ પોલીસે માસ્ક પહેર્યાં વિના નીકળેલા ૧ બાઈકચાલક સામે જાહેરનામાં ભંગની વિવિધ કલમો હેઠળ દંડનાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી.