મોરબી જિલ્લામાં પોલીસ દ્વારા રાત્રી કર્ફ્યુ અને કોવિડની ગાઈડલાઈનની ચુસ્તપણે અમલવારી કરાવવામાં આવી રહી છે. ત્યારે ગઈકાલે મોરબી જિલ્લામાં પોલીસે રાત્રી કર્ફ્યુ ભંગ અને સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ કરતા ૪૧ જેટલા લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરી હતી. જેમાં મોરબીના જાહેર માર્ગો ઉપર રાત્રી કર્ફ્યુમાં ખોટા આંટાફેરા કરતા ૪ લોકો, દુકાન ખુલ્લી રાખનાર દુકાનદાર, રીક્ષાચાલક, બાઈકચાલક તેમજ દિવસ દરમિયાન નિયમ કરતા વધુ મુસાફરી કરી માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ કરનાર ૭ રીક્ષાચાલકો, માસ્ક પહેર્યા વગર ધંધો કરી ભીડ એકઠી કરનાર નીચે બેસતા ૨ બકાલીઓ, માસ્ક વગર નીકળેલા ૬ લોકો, છરી સાથે નીકળેલા ૨ શખ્સો, હળવદમાં નિયમ કરતા વધુ મુસાફરી કરી માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ કરનાર ૧ રીક્ષાચાલક તથા ૨ બોલેરો કાર, વાંકાનેરમાં નિયમ કરતા વધુ મુસાફરી કરી માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ કરનાર ૨ રીક્ષાચાલકો, વાળ કાપવાની ૨ દુકાનોના માલિકો, માસ્ક પહેર્યા વગર નીકળેલા ૪ લોકો, માળીયા (મી.) માં નિયમ કરતા વધુ મુસાફરી કરી માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ કરનાર ૨ રીક્ષાચાલકો, ટંકારામાં નિયમ કરતા વધુ મુસાફરી કરી માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ કરનાર ૨ રીક્ષાચાલકો તેમજ ૨ ઇકો કારચાલકો સહિત કુલ ૪૧ જેટલા લોકો વિરુદ્ધ ગૃન્હા નોંધી પોલીસે કડક કાર્યવાહી કરી હતી.