રાત્રીકર્ફ્યુ અને કોવિડ ગાઈડલાઈનનો ભંગ કરનારા ૩૩ સામે પોલીસે કરી કડક કાર્યવાહી કરવામાં આવી.
કોરોના મહામારીની ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મોરબીમાં રાત્રી કર્ફ્યુ લાગુ કરવામાં આવ્યું છે ત્યારે પોલીસ દ્વારા કોરોનાનાં વધતા સંક્રમણને અટકાવવા આ રાત્રી કર્ફ્યુ અને કોવિડ ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરાવવામાં આવી રહ્યું છે જેમાં ગઈકાલે ગુરૂવારે જીલ્લામાં રાત્રી કર્ફ્યુ અને કોવિડ ગાઈડલાઈનનો ભંગ કરનારા ૩૩ જેટલા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં મોરબીમાં ગઈકાલે રાત્રે કફરયુનો ભંગ કરી લટાર મારવા નિકળેલા ૨ વ્યક્તિઓ, નાસ્તાની લારી ખુલ્લી રાખનાર માલિક, કર્ફ્યુમાં પણ મુસાફરો ભરીને અવરજવર કરતા રીક્ષાચાલક તેમજ નિયમ કરતા વધુ મુસાફરોને ભરીને માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ કરતા ૬ રીક્ષાચાલકો તેમજ માસ્ક વગર ભીડ એકત્ર કરીને સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ કરતા ચાની લારીધારક, અને જાહેરમાં માસ્ક વગર નીકળેલા ૮ લોકો, વાંકાનેરમાં નિયમ કરતા વધુ મુસાફરોને ભરીને માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ કરતા ૨ રીક્ષાચાલકો, માસ્ક વગર ભીડ એકત્ર કરીને સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ કરતા ફ્રૂટની લારીધારક, જાહેરમાં માસ્ક વગર નીકળેલા ૩ લોકો, ટંકારામાં નિયમ કરતા વધુ મુસાફરોને ભરીને માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ કરતા ૫ રીક્ષાચાલકો, માળીયા (મી)માં નિયમ કરતા વધુ મુસાફરોને ભરીને માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ કરતા ૩ રીક્ષાચાલકો તેમજ હળવદમાં નિયમ કરતા વધુ મુસાફરોને ભરીને માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ કરતા ૧ રીક્ષાચાલક સામે પોલીસે નિયમ મુજબ ધોરણસરની કાર્યવાહી કરી હતી.