Friday, April 26, 2024
HomeGujaratસીએમને ઓનલાઈન પત્ર મોકલી મોરબી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા દર્દીઓને ઘરે ઘરે...

સીએમને ઓનલાઈન પત્ર મોકલી મોરબી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા દર્દીઓને ઘરે ઘરે જઈને પારદર્શક રીતે રેમડેસિવીર ઇન્જેક્શન પહોંચાડવા તત્પરતા દાખવી

જલારામ સેવા મંડળના પ્રમુખ નીર્મીતભાઈ કક્કડે રાજ્યના મુખ્યમંત્રીને પત્ર પાઠવી જણાવ્યું છે કે પ્રવર્તમાન સમયમાં કોરોનાએ સમગ્ર મોરબીને બાનમાં લીધું છે ત્યારે દિનપ્રતિદિન કોરોનાનાં કેસો તથા મૃત્યુઆંક માં વધારો થઈ રહ્યો છે. મોરબીમાં હોસ્પીટલમાં બેડ નહિ મળતા અનેક કોરોનાના ગંભીર લક્ષણો ધરાવતા દર્દીઓ ઘરે સારવાર લઇ રહ્યા છે. ત્યારે હોમ આઈસોલેસનમાં રહેલા દર્દીઓને રેમડેસિવીર ઇન્જેક્શન નહિ મળે તેવી કલેકટરે જાહેરાત કરી છે.તેનાથી દર્દીઓની સ્થિતી ફફોડી બની છે. ત્યારે જો સરકારની તત્પરતા હોય તો વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા મોરબી રઘુવીર સેના સાર્વજનિક ટ્રસ્ટ સંચાલીત જલારામ પ્રાર્થના મંદિરના આગેવાનો ઘરે ઘરે જઈ ડોક્ટરોને સાથે રાખી, વિડીયોગ્રાફી કરી, જરૂરી દસ્તાવેજો એકત્રિત કરી ગંભીર લક્ષણ ધરાવતા દર્દીઓ ને સરકાર માન્ય કીંમતે વિતરણ કરવા તૈયાર છે.

- Advertisement -
- Advertisement -

મોરબી શહેર તેમજ જીલ્લામાં સ્વૈચ્છીક સંસ્થાઓ દ્વારા કોવિડ ટેસ્ટ કેમ્પો યોજવામાં આવી રહ્યા છે ત્યારે તેમા આવતા પોઝીટીવ કેસ ની સંખ્યા સામે તંત્ર દ્વારા દરરોજ ઓછા જ કેસ બતાવવા મા આવે છે તેમજ ફાયર ડીપાર્ટમેન્ટે કરેલ મૃતદેહોની અંતિમ વિધીના આંકડા તથા તંત્ર દ્વારા જાહેર કરાયેલ મૃત્યુઆંકમાં પણ તફાવત જોવા મળી રહ્યો છે ત્યારે આ ગંભીર પરિસ્થિતીમાં યોગ્ય દવાઓ તથા સુવિધાઓના અભાવે લોકો દમ તોડી રહ્યા છે. સરકાર દ્વારા રેમડેસિવીર ઈન્જેક્શન નો જથ્થો તંત્રના આંકડા પરથી પુરો પાડવામાં આવે છે જેથી તેની અછત સર્જાય છે. વહેલી સવાર થી બહોળી સંખ્યામા લોકો ઈન્જેક્શન લેવા લાઈનોમાં ઉભા રહે છે પરંતુ નિરાશા સાથે ખાલી હાથે પાછા ફરવુ પડે છે. આ મહામારીમાં જો સરકાર તત્પરતા તથા ઈચ્છા દર્શાવે તો અમારી સંસ્થા રેમડેસિવિર ઈંજેક્શનનાં પારદર્શક વિતરણ માટે તૈયાર છે. જેથી મૃત્યુઆંક ઘટાડી શકાય તેમજ લોકો અત્યારે જે સરકારની અસુવિધાઓનાં કારણે સરકારની કામગીરી થી નાખુશ છે તેમને સરકાર પ્રત્યે સંવેદનશીલ બનાવી શકાય. ત્યારે જો સરકાર મંજુરી આપે તો જલારામ મંદિરની ટીમ દર્દીઓને ઘરે ઘરે પારદર્શક રીતે ઇન્જેક્શન પહોંચાડવા તૈયાર છે જેથી હકારાત્મક પ્રત્યુતરની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!