વાંકાનેરના યુવકે અલગ અલગ વ્યાજખોરો પાસેથી વ્યાજે પૈસા લીધેલ હોય જેનું યુવકે લાખો રૂપિયાનું વ્યાજ ચૂકવ્યું હોવા છતાં કાર અને જમીનના સાદાખત કરાવી વધુ વ્યાજ ચૂકવવા માટે વ્યાજખોરોએ પજવણી કરતા ૭ વ્યાજખોરો વિરૂદ્ધ ગુન્હો દાખલ કરવામાં આવ્યો હતો. જે બનાવમાં ઈસમની રેગ્યુલર જામીન અરજી મંજુર થઇ છે.
મળતી માહિતી અનુસાર, વાંકાનેર નવા બસ સ્ટેન્ડની સામે આરોગ્ય નગર રાજકોટ રોડ ખાતે રહેતા અને ખેતી કરતા 45 વર્ષીય ગેલાભાઇ ઉર્ફે વિનુભાઇ શીવાભાઇ સાપરાને આરોપીઓ વિરુધ્ધ નાણાં ધીરધાર તથા ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી તે ઉપરાંત બળજબરીથી જમીન લખાવી લેવાનો આક્ષેપ કર્યો હતો. જેમાં આરોપી વિરેન્દ્રસિંહ ઉર્ફે વિનુભા નટુભા ઝાલા દ્વારા સેસન્સ કોર્ટ મોરબીમાં જામીન અરજી દાખલ કરતા તેઓના જામીન મંજુર થયા છે. જેઓના વકીલ તરીકે મોરબીના એડવોકેટ એચ. આર. નાયક મારફત નામદાર મોરબી ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ કોર્ટમાં જામીન અરજી કરવામાં આવી હતી. ત્યારે આરોપીઓ તરફે વકીલ એચ.આર.નાયક દ્વારા કેસના સંજોગો તથા કાયદાકીય જોગવાઈઓના આધારે ધારદાર દલીલ કરી હતી. જે દલીલના આધારે આ કેસમાં નામદાર કોર્ટે આરોપી પક્ષના એડવોકેટની દલીલ માન્ય રાખી આરોપીઓને ચાર્જશીટ બાદ રેગ્યુલર જામીન પર પર છોડવા જામીન અરજી મંજુરનો હુકમ કર્યો હતો.