યુરોપ ના સ્પેન ખાતે યોજાનાર સેવીસામા એકઝીબિશન મા મોરબી ના ઉધોગકારો દ્રારા સ્ટોલ રાખેલ જેમા સિરામીક એશોસીએશન ના ઉપપ્રમુખ મનોજભાઇ એરવાડીયા (બ્લુઝોન ગ્રુપ ) સહિત ના ૧૫ થી વધુ કંપનીઓ જોડાયેલ હતી અને ભારતની ટાઇલ્સ ને યુરોપ મા પ્રદર્ષીત કરીને યુરોપ ના માર્કેટ મા ધુમ મચાવી હતી અને આ એકઝીબિશન મા Ankita mittal ,
First Secretary (Consular) & Head of Chancery
Indian Foreign Service ભારતીય દુતાવાસ થી જોડાયેલ ભારતીય બ્લુઝોન કંપની ના સ્ટોલ ને ખુલ્લો મુકેલ હતો.
તેમને જણાવ્યુ હતુ કે સ્પેન મા વેપાર કરવા માટે જે પણ જુરૂરીયાત હોય તે તમામ મદદ કરવા ફસ્ટ સેક્રેટરીએ જણાવ્યુ હતુ ત્યારે મોરબીની ટાઇલ્સ ના સ્ટોલ જોઇને યુરોપ ના ગ્રાહકો પણ પ્રભાવિત થયા હતા ત્યારે આવનાર સમયમા યુરોપીયન માર્કેટ મા પણ ભારતીય ટાઇલ્સ ની સારી તેવી ડીમાંડ વધશે અને સાથોસાથ આ એકઝીબિશન મા દેશ વિદેશ ના દરેક ખુણેથી વિજીટરો આવતા હોય મોરબીના સિરામીક ઉધોગ ને બુસ્ટર મળશે તેવુ સિરામીક એશોસીએશન ના ઉપપ્રમુખ મનોજભાઇ એરવાડીયાએ જણાવ્યુ હતુ .