Saturday, November 23, 2024
HomeGujarat૨૬મી જાન્યુઆરીએ પ્રજાસત્તાક પર્વની ઉજવણી મોરબી એલ.ઇ. કોલેજના ગ્રાઉન્ડમાં યોજાશે

૨૬મી જાન્યુઆરીએ પ્રજાસત્તાક પર્વની ઉજવણી મોરબી એલ.ઇ. કોલેજના ગ્રાઉન્ડમાં યોજાશે

જિલ્લા કલેક્ટર જે.બી. પટેલના અધ્યક્ષસ્થાને પ્રજાસત્તાક પર્વની ઉજવણીની વ્યવસ્થા અંગે બેઠક યોજાઇ

- Advertisement -
- Advertisement -

૭૨માં પ્રજાસત્તાક પર્વની મોરબી જિલ્લામાં શાનદાર ઉજવણી માટે જિલ્લા વહિવટી તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ૨૬ મી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી આ વખતે મોરબી એલ.ઇ. કોલેજના ક્રિકેટ ગ્રાઉન્ડમાં ઉજવણી કરવામાં આવશે.ઉજવણીની પૂર્વ તૈયારીના ભાગરૂપે જિલ્લા કલેક્ટર જે.બી.પટેલના અધ્યક્ષ સ્થાને જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવ અને નિવાસી અધિક કલેકટર કેતન પી. જોષીની વિશેષ ઉપસ્થિતમાં કલેકટર કચેરીના કોન્ફરન્સ હોલમાં બેઠક મળી હતી.

આ બેઠકમાં જિલ્લા કલેક્ટર જે.બી. પટેલ દ્વારા પ્રજાસત્તાક પર્વની ભવ્ય અને શાનદાર ઉજવણીમાં કોવીડની ગાઇડલાઇન મુજબ મર્યાદીત સંખ્યાની ઉપસ્થિતિમાં યોજવા અંગે વિવિધ મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. નિવાસી અધિક કલેક્ટર કેતન જોષીએ બેઠકનું સંચાલન કરતાં કાર્યક્રમની પૂર્વ તૈયારીઓને ધ્યાને લઇ સંબંધિત વિભાગોના અધિકારીઓને કામગીરી કરવા સુચનાઓ આપી હતી.

આ બેઠકમાં પોલીસ પ્લાટુન, એન.સી.સી. હોમગાર્ડના જવાનો પોલીસ બેન્ડ સાથે માર્ચ પાસ્ટ તેમજ રાજ્ય સરકારની ગાઇડલાઇન મુજબ કાર્યક્રમમાં દેશભક્તિના માહોલને અનુરૂપ વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત જિલ્લામાં સમગ્ર વર્ષ દરમિયાન નોંધપાત્ર કામગીરી કરનાર તેમજ કોવીડમાં ઉત્તમ કામગીરી કરનાર કર્મચારીઓને સન્માનીત કરવા અંગે પણ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

આ બેઠકમાં નાયબ પોલીસ અધિક્ષક રાધિકા ભારાઇ, મોરબી પ્રાંત અધિકારી ઝાલા, જિલ્લા પુરવઠા અધિકારી સ્વેતા પટેલ, જિલ્લા શિક્ષણાધિરી બી.એમ. સોલંકી, જિલ્લા આરોગ્ય અધિકારી જે.એમ. કતીરા, પીજીવીસીએલના એચ.સી.ચારોલા, સહાયક માહિતી નિયામક ઘનશ્યામ પેડવા, જિલ્લા યુવા વિકાસ અધિકારી હિરલ વ્યાસ, એઆરટીઓ જે.કે. કાપટેલ, આરએન્ડબી વિભાગના જે.કે. ગોહિલ, સહિત અન્ય સંબંધિત વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!