ગુજરાત સરકારના રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર તેમજ કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર દ્વારા કલાકારો માટે ઓળખપત્ર આપવાની કામગીરી કરવામાં આવશે જેમાં નાટક, નૃત્ય, ગાયન, વાદન, કઠપુતળી, છબીકલા, લોકકલા, ચિત્રકલા, શિલ્પકલા, ગ્રાફીક્સ તેમજ લોકશૈલીની પારંપારીક અને વારસાગત કલાક્ષેત્રે કામ કરતા કલાકારો કે જેઓનું કલાક્ષેત્રે ઓછામાં ઓછું પાંચ વર્ષનું યોગદાન હોય તેઓએ ઓળખપત્ર મેળવવા માટે આ ફોર્મ ભરી શકેશે.
કલાકારો ફોર્મમાં શરત નં. ૮.૧ અને ૮.૨ નિયમ મુજબ પાત્રતા ધરાવતા હોવા જોઈએ. વધુ વિગત તથા ફોર્મ મેળવવા માટે જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી, રુમનં. ૨૩૬/૨૫૭, બીજો માળ, તાલુકા સેવા સદન, લાલબાગ, મોરબી-૨ ખાતે સંપર્ક કરવા જિલ્લા યુવા વિકાસ અધિકારીની યાદીમાં જણાવાયું છે.