Monday, November 25, 2024
HomeGujaratલગ્ન સમારંભમાં ઉપસ્થિત મહેમાનોને માસ્ક તથા સેનેટાઇઝરનો ફરજિયાત ઉપયોગ કરવા જિલ્લા કલેક્ટરશ્રીનો...

લગ્ન સમારંભમાં ઉપસ્થિત મહેમાનોને માસ્ક તથા સેનેટાઇઝરનો ફરજિયાત ઉપયોગ કરવા જિલ્લા કલેક્ટરશ્રીનો અનુરોધ

જરૂર જણાય તો આકસ્મિક ટીમોની રચના કરી જાહેરનામાના ભંગનો ગુનો દાખલ કરાશે

- Advertisement -
- Advertisement -

લગ્ન સિવાયની અન્ય કોઇ ઉજવણી યોજવા સંપૂર્ણ પ્રતિબંધ

મોરબી જિલ્લા કલેક્ટરશ્રી જે.બી. પટેલ દ્વારા કોવીડ-૧૯ અંગે અન્વયે મોરબી જિલ્લામાં લગ્ન સમારંભ અંગે જાહેરનામુ બહાર પાડ્યું છે. આ જાહેરનામા અંતર્ગત લગ્ન સમારોહમાં તકેદારી રાખવા અનુરોધ કરવામાં આવ્યો છે.

જિલ્લા કલેક્ટરશ્રી જે.બી. પટેલ દ્વારા અખબારી યાદી મારફતે આપવામાં આવેલ સુચનાઓ અનુસાર લગ્ન પ્રસંગમાં હાજર રહેનાર ૧૦૦ વ્યકિતઓના લીસ્ટની યાદી તૈયાર રાખવાની રહેશે. સમારંભ દરમિયાન સોશિયલ ડીસ્ટન્સીંગ જળવાઇ રહે તેમજ મહેમાનો માસ્ક તથા સેનીટાઇઝરનો ફરજિયાત ઉપયોગ કરે તેની તકેદારી રાખવાની રહેશે. લગ્ન સિવાયની અન્ય કોઇ ઉજવણી જેવી કે સત્કાર સમારંભ વિગેરે યોજવા સંપૂર્ણ પ્રતિબંધ છે. જરૂર જણાય તો આકસ્મિક ટીમોની રચના કરી જાહેરનામાના ભંગનો ગુનો દાખલ કરવામાં આવશે તેમ જિલ્લા કલેકટરશ્રી જે.બી. પટેલ દ્વારા જણાવાયું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!