Friday, March 29, 2024
HomeGujaratમોરબીમાં મોટર સાયકલ વાહન માટેની G.J. 36 AB (એબી) નવી સીરીઝ શરૂ...

મોરબીમાં મોટર સાયકલ વાહન માટેની G.J. 36 AB (એબી) નવી સીરીઝ શરૂ થશે

પસંદગીના નંબર ઓનલાઇન ઇ-ઓકશનથી ફાળવવામાં આવશે

- Advertisement -
- Advertisement -
- Advertisement -

મોરબી જિલ્લામાં મોટર સાયકલ વાહન માટેની સીરીજ GJ-36- AB- ૦૦૦૧ થી ૯૯૯૯ ની પસંદગીના નંબર તા.૨૫-૧૧-૨૦૨૦થી ઓનલાઇન ઇ-ઓકશનથી ફાળવવામાં આવશે.

ટુ વ્હીલર પ્રકારના વાહનો માટે પસંદગી નંબર મેળવવા માટે નિયત ફી રૂા ૧૦૦૦/- તથા ગોલ્ડન નંબરની ઓછામાં ઓછી ફી રૂા.૫૦૦૦/- તથા સીલ્વર નંબરની ઓછામાં ઓછી ફી રૂા. ૨૦૦૦/- સરકાર દ્વારા નકકી કરેલ છે. પસંદગી નંબર માટે અરજી જે વાહનોનો ટેક્ષ/કર મોરબી એ.આર.ટી.ઓ કચેરી ખાતે ભરપાઇ કરવામાં આવેલ હોય અને નોંધણી માટે અધિકારીની સહી થયેલ હોય તેવા જ ફોર્મને પસંદગી નંબર માટે ધ્યાને લેવામાં આવશે. પસંદગીના નંબરો મેળવવા માટે તા. ૧૦/૧૨/૨૦૨૦ સુધી https://parivahan.gov.in/fancy/પર ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવાનુ રહેશે તથા તા.૧૧/૧૨/૨૦૨૦ ના રોજ સવારે ૦૯:૦૦ થી તા.૧૨/૧૨/૨૦૨૦ ના રોજ ૧૬:૦૦ કલાક સુધી ઓનલાઇન ઇ-ઓક્શન ખુલ્લુ રહેશે અને તા. ૧૨/૧૨/૨૦૨૦ ના રોજ ૧૭:૦૦ કલાકે કોમ્પ્યુટર દ્વારા જનરેટ થયેલ ઇ-ઓક્શનનું પરિણામ નોટીસ બોર્ડ તેમજ પરીવહન સાઇટ પર ઓનલાઇન પણ જોઇ શકાશે.

ઇ-ઓક્શન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સફળ અરજદારોએ ભરવા પાત્ર થતી રકમનું ત્રણ દિવસમાં ઇ-પેમેન્ટથી ભરી આ ફોર્મ સાથે અરજી કરેલ ફોર્મ CNA અને ઇ-પેમેન્ટથી રસીદ લગાવી આરટીઓ કચેરીમાં તા.૧૬/૧૨/૨૦૨૦ ના રોજ સાંજના ૪:૦૦ કલાક સુધીમાં ફોર્મને ચકાસણી અર્થે જમા કરાવવાનુ રહેશે તેમ મોરબી સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની યાદીમાં જણાવાયું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!