ગુજરાત ફાયર પ્રિવેન્શન એન્ડ લાઇફ સેફ્ટી મેઝર્સ એક્ટ – ૨૦૧૩ હેઠળ નવા ગુજરાત ફાયર પ્રિવેન્શન એન્ડ લાઇફ સેફ્ટી મેઝર્સ રેગ્યુલેશન – ૨૦૨૧ બહાર પાડવા હેતુ ડ્રાફ્ટ તૈયાર કરી આખરી કરતાં પહેલા જાહેર હિતમાં લોકોના વાંધા-સૂચનો મેળવ્યા બાદ સંસ્થાઓની રજૂઆતોને ધ્યાને લઇ જાહેર હિતમાં લોકોના વાંધા સુચનો આવકારવા મુદ્દત વધારવા સરકાર દ્વારા નિર્ણય લેવાયો છે. આ નિર્ણય અનુસાર આગામી ૦૯-૦૧-૨૦૨૨ સુધી વાંધા સુચનો કલેક્ટર કચેરી ખાતે રજૂ કરી શકાશે તેમ મોરબી-વાકાંનેર શહેરી વિકાસ સત્તામંડળના મુખ્ય કારોબારી અધિકારી એન.કે. મુછાર દ્વારા જણાવવામાં આવ્યું છે.