મોરબી રાજકોટ હાઇવે અક્સ્માત જોન બની ગયો હોય તેમ દિન પ્રતિદિન નાના મોટા અકસ્માતો ના બનાવો સામે આવતા હોય છે.ત્યારે મોરબી રાજકોટ હાઇવે પર આવેલ મિયાણા ગામ પાસે પણ ઓવર સ્પીડ માં ચાલતા વાહનોના કારણે અવર નવાર અકસ્માતોના બનાવ બને છે.
જેથી ઓવર સ્પિડીગ ને કારણે બનતા અકસ્માતોના બનાવો ને રોકવા માટે ગ્રામજનોએ સ્પીડ બ્રેકર બનાવવાની માંગ સાથે આજે હાઇવે પર ઉતરી આવી ને ચક્કાજામ કરી દિધો હતો.અને હાલમાં રજાઓના દિવસો ચાલતા હોય ત્યારે મોરબી રાજકોટ વચ્ચે પણ યાતાયાત માં ખાસ્સો વધારો જોવા મળતો હોય છે સાથે જ કચ્છ અને રાજકોટને સીધો જોડતો પણ આ એક માત્ર હાઇવે પર ચક્કાજામ કરવામાં આવતા થોડી વારમાં જ વાહનોના થપ્પા લાગી ગયા હતા.જોકે ટંકારા તાલુકા પંચાયતના પુર્વ કારોબારી ચેરમેન અરવિંદભાઈ દુબરીયા ત્યા પહોચ્યા હતા અને સ્થાનિકો સાથે સંવાદ કરી અધિકારીઓ સાથે માંગ વચ્ચે મધ્યસ્થી કરી હતી બાદમાં પોલીસ ની સમજાવટ અને અને માર્ગ અને મકાન વિભાગ દ્વારા તાત્કાલિક સ્પીડ બ્રેકર બનાવી આપવાની સૂચના આપવામાં આવતા અંતે આ રસ્તો ખુલ્લો મુકવામાં આવ્યો હતો.