Sunday, January 12, 2025
HomeGujaratમોરબીના શકિતનગરના ગ્રામજનો દ્વારા નિવૃત્ત થયેલ આર્મીમેનનું સ્વાગત કરાયુ

મોરબીના શકિતનગરના ગ્રામજનો દ્વારા નિવૃત્ત થયેલ આર્મીમેનનું સ્વાગત કરાયુ

દેશના રખેવાળ એવા ભારતીય સૈનિકોની સાથે કોઈપણ પરિસ્થિતિ માં સમગ્ર દેશ ઊભો રહ્યો છે ત્યારે સૈનિક નો દરેક પરિસ્થિતિમાં તેમની સાથે ઉભા રહીને તેમનો ઉત્સાહ વધારવા અલગ અલગ પ્રકારના કાર્યો પણ લોકો દ્વારા કરવામાં આવતા હોય છે.

- Advertisement -
- Advertisement -

તેવી જ રીતે મોરબી તાલુકાનાં શકિતનગર ગામ ના લોકો દ્વારા એક કાર્ય કરવામાં આવ્યું હતું જેમાં શકિતનગર ગામના વતની અને વિષમ પરિસ્થિતિઓ માં સતત ૨૮ વર્ષ સુધી ભારતીય સેનામાં વિવિધ જગ્યાએ ફરજ બજાવી ચૂકેલા સહદેવસિંહ પ્રતાપસિંહ ઝાલા ભારતીય સેનામાથી નિવૃત થતા શક્તિનગર ગામના સરપંચ યશપાલસિંહ મહેન્દ્રસિંહ ઝાલા અને સમસ્ત શકિતનગર ના ગ્રામજનો દ્વારા પુષ્પવર્ષા કરી અને ફૂલ હાર દ્વારા સન્માન કરી ને તેઓનુ હરખભેર સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ આગામી તા ૦૮/૦૧/૨૦૨૩ ના રોજ રવાપર નદી ગામે સન્માન સમારોહ નુ પણ આયોજન કરવામાં આવ્યું છે જેમાં સમગ્ર મોરબીની દેશપ્રેમી જનતાને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!