૬૨ વર્ષની ઉંમર અને ટાઈપ ટુ પ્રકારનું ડાયાબીટીસ છે પણ વેકસીનના બે ડોઝ લીધેલ હોવાથી કોરોનાને મહાત આપી છે.
મોરબી.વી.સી.હાઈસ્કૂલના નિવૃત શિક્ષક / એ.ઈ.આઈ.અને એન.સી.સી.ના કમાન્ડર પી.વી.રાઠોડ કોરોનાથી સંક્રમિત થયા હતા તેઓ ૬૨ વર્ષની ઉંમર ધરાવે છે અને ટાઈપ ટુ પ્રકારનું ડાયાબીટીસ ધરાવે છે જેને ઇન્સીલ્યુન લેવું પડે છે. છતાં એમને ફેમિલી ડોકટરની સલાહ મુજબ સારવાર લઈ, હોમ કોરોન્ટાઈન રહી કોરોનાને હરાવ્યો છે એનું કારણ જણાવતા પી.વી.રાઠોડ જણાવે છે કે “મેં વેકસીનના બંને ડોઝ લીધા હતા એટલે કોરોના મારા પર હાવી ન થઈ શક્યો.માટે હું બધાને આગ્રહ ભરી વિનંતી કરું છું કે ખોટી અફવામાં માન્યા વગર વેકસીન લઈ લો અને કોરોના સામે સુરક્ષા મેળવો” પોતાની સાજા થવાની ખુશીમાં ૧૧,૧૧૧/- રૂપિયાનું યોગદાન યંગ ઇન્ડિયા ગ્રૂપ અને જિલ્લા વિહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે ચાલતા કોવિડ સેન્ટરમાં અર્પણ કરેલ છે.