Sunday, January 19, 2025
HomeGujaratઆવતીકાલે મંત્રી બ્રિજેશ મેરજાના અધ્યક્ષસ્થાને મોરબી પાલિકાના વિવિધ કામોની સમીક્ષા બેઠક

આવતીકાલે મંત્રી બ્રિજેશ મેરજાના અધ્યક્ષસ્થાને મોરબી પાલિકાના વિવિધ કામોની સમીક્ષા બેઠક

રાજ્ય સરકારના શ્રમ અને રોજગાર, પંચાયત ગ્રામ વિકાસ, ગ્રામ ગૃહ નિર્માણ મંત્રી બ્રિજેશભાઇ મેરજાના અધ્યક્ષસ્થાને આવતી કાલે તા. ૯-૧૦ ના રોજ કલેક્ટર કચેરી ખાતે નગરપાલિકા કક્ષાના વિવિધ કામો માટે સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.

- Advertisement -
- Advertisement -

મોરબી ખાતે આયોજિત સમીક્ષા બેઠકમાં મોરબી નગરપાલિકાના વિવિધ કામો જેવા કે રોડ, રસ્તા, ગટર, પાણી, લાઇટ, સરકારની વિવિધ યોજનાઓનું અમલીકરણ, આવાસ સહિતના વિવિધ મુદ્દે બાકી રહેતા કામો, તેમજ પ્રગતિ પરના કામોની ચર્ચા હાથ ધરવામાં આવશે. હાલમાં પ્રગતિમાં રહેલા કામોને તાત્કાલીક પૂર્ણ કરવા તેમજ નવા મંજૂર થયેલા કામોને તાત્કાલીક શરૂ કરવા માટેના આયોજન અંગે આ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે.

આ સમીક્ષા બેઠકમાં નગરપાલિકાના પ્રમુખ કુસુમબેન પરમાર, ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા તેમજ નગરપાલિકાના ચીફ ઓફિસર ગીરીશ સરવૈયા સહિતના ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત નગરપાલિકાના વિવિધ પદાધિકારીઓ તેમજ સંગઠનમાંથી જિલ્લા ભાજપના પ્રમુખ દુર્લભજીભાઇ દેથરીયા, મોરબી શહેર ભાજપ પ્રમુખ લાખાભાઇ જારીયા સહિતના પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહીને બેઠકમાં હાજરી આપશે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!