વાંકાનેર ગારીડા ગામે એક રીક્ષા પલ્ટી મારી જતા અકસ્માત સર્જાયો હતો જેમાં રિક્ષાચાલકને ગંભીર ઈજાઓ પહોંચતા રિક્ષાચાલકનું મોત નીપજ્યું હતું.
વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં રિક્ષા ચાલકના ભાઈ વીનુ મનજી વીકાણીએ નોંધાવેલ ફરિયાદ અનુસાર મુળજી ઉર્ફે ટીનો મનજી વીકાણી પોતાના હવાલાવાળી અતુલ શક્તિ છકડો રીક્ષા રજી. નં.GRP6342 વાળી પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી છકડો રીક્ષા પલ્ટી જતાં પોતાને શરીરે અને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. માથામાં ગંભીર ઇજા થવાના કારણે મુળજી ઉર્ફે ટીનો મનજી વીકાણીનું મોત નીપજ્યું હતું. પોલીસે મૃતકના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી..


 
                                    






