હકારાત્મક અભિગમ, કર્તવ્યનિષ્ઠા, કામ કરવાની ધગશ અને સામાન્ય લોકો માટેની ચિંતા એ સિવિલ હોસ્પિટલના આરએમઓ ડૉ. સરડવાના વિશેષ ગુણ
સમગ્ર ગુજરાત સહિત મોરબી જિલ્લામાં પણ કોવીડ-૧૯ રસીકરણની કામગીરી ચાલુ છે. આરોગ્ય કર્મચારીઓ સરકાર દ્વારા નિયત થયેલ પદ્ધતિ અનુસાર રસીકરણની કામગીરી કરી રહ્યા છે ત્યારે મોરબી સિવિલ હોસ્પિટલમાં થઇ રહેલી કામગીરીનો હકારાત્મક અનુભવ સ્થાનિક વિનુભાઇ બુદ્ધદેવ અને કમલેશભાઇ બુદ્ધદેવ એ અનુભવ કર્યો હતો.
મોરબીના સ્થાનિક વિનુભાઇ બુદ્ધદેવ અને કમલેશભાઇ બુદ્ધદેવ મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે રસી મુકવવા માટે આવ્યા હતા. રસી મુકાવતા પહેંલા સિવિલ હોસ્પિટલના આરએમઓનું સર્ટિફિકેટ જરૂરી હોય છે જેથી તેઓ આરએમઓ ડૉ. કે.આર. સરડવાની ચેમ્બર પાસે પહોંચ્યા ત્યાં મામુલ પડ્યું કે આપણે નિયત સમય કરતાં મોડા પહોંચ્યા છીએ અને આરએમઓ સાહેબ અગત્યની મિટિંગ માટે નીકળ્યા છે. જોકે તેઓને માહિતી મળી કે આરએમઓ હજુ નીકળ્યા જ છે તેથી મેઇન ગેટ સુધી પહોંચ્યા હશે જેથી સર્ટિફિકેટમાં સહી કરાવવા માટે સાહેબને મળવા માટે બહારની તરફ ગયા. સદ્દભાગ્યે આરએમઓ સરડવા પણ હજુ પાર્કિંગમાં કાર પાસે જ પહોંચ્યા હતા. તેમણે ડૉ. સરડવાને સર્ટિફિકેટમાં સહી કરવા માટેની વાત કરી. જોકે વિનુભાઇ અને કમલેશભાઇના આશ્ચર્ય વચ્ચે ડૉ. સરડવા પાર્કિંગમાં પોતાની ગાડી પહોંચ્યા હોવા છતાં સર્ટિફિકેટમાં સહી કરવા માટે ફરીથી પોતાની ચેમ્બરમાં આવીને નિયમ ફોર્મમાં સહી સિક્કા કરી સર્ટિફિકેટ બનાવી આપેલ જેથી બન્ને ભાઇઓને સમયસર અને એક જ ધક્કામાં રસી મળી રહે તેવી વ્યવસ્થા કરી આપી.
મોરબી સિવિલ હોસ્પિટલમાં વિનુભાઇ બુદ્ધદેવ અને કમલેશભાઇ બુદ્ધદેવને આરએમઓ ડૉ. કે.આર. સરડવાનો થયેલો હકારાત્મક અભિગમ, કર્તવ્યનિષ્ઠા, કામ કરવાની ધગશ અને સામાન્ય લોકો માટેની ચિંતા વિવિધ સોશ્યિલ મીડિયાના માધ્યમથી વાત પહોંચાડી હતી. વધુમાં તેમણે એમ પણ જણાવ્યું હતું કે, વેક્સિનનું ઇંજેક્શન આપનાર નર્સ પણ ખૂબ જ સારા અનુભવી હતા. ખુબ સરળ રીતે બિલકુલ દુખાવો ન થાય તેવી રીતે ઇંજેક્શન આપેલ છે.