Monday, December 23, 2024
HomeGujaratગોંડલના ચરખડી નજીકના હનીટ્રેપ પ્રકરણમાં સંડોવાયેલ મહિલા સહિત લૂંટારુ ગેંગ પકડાઇ

ગોંડલના ચરખડી નજીકના હનીટ્રેપ પ્રકરણમાં સંડોવાયેલ મહિલા સહિત લૂંટારુ ગેંગ પકડાઇ

તાજેતરમાં ગોંડલ તાલુકાના ચરખડી નજીક ભેસાણના યુવાનને હનીટ્રેપમા ફસાવી તેની પાસેથી રૂપિયા ૫,૪૧,૦૦૦ લાખની લૂંટ ચલાવી રૂપિયા પડાવી લેવામાં આવ્યા હતા આ પ્રકરણની પોલીસ ફરિયાદ નોંધાયા બાદ પોલીસે ગણતરીના દિવસોમાં લુંટના ગુન્હાનો ભેદ ઉકેલી એક મહિલા સહિત ચાર શખ્સોને કુલ રૂપિયા ૫,૪૧,૦૦૦ લાખના મુદામાલ સાથે રાજકોટ ગ્રામ્ય એલસીબીએ પકડી કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

 

આ અંગે જાણવા મળતી વિગત અનુસાર આશરે પંદર દિવસ અગાઉ પુજા પટેલ નામના ફેસબુક આઇ.ડી.માથી અતુલ પટેલ (રહે. ભેસાણ) સાથે ફેસબુકના મેસેન્જરમાં વાતચીત કર્યા બાદ મિત્રતાનો સંબંધ કેળવ્યો હતો ત્યારબાદ ગત તા ૨૫/૦૪/૨૦૨૨ ના રોજ યુવાને ગોંડલથી જામકંડોરણા જતા રોડ પર ઉમરાળી ચોકડીએ યુવાનને મળવા બોલાવ્યો હતો. જે અતુલ પટેલ સાથે મોટર સાઇકલમાં બેસી જેપુર થી ચરખડી તરફ જતા ત્યાં એક નંબર વગરની શિફ્ટ ગાડીમા અજાણ્યા ત્રણ શખ્સોએ પીછો કરી આંતરી લીધા બાદ અમારી બહેનને ક્યાં લઇ જાય છે તેમ કહી અતુલ પટેલ સાથે માથાકૂટ કરી આઇ – ફોન મોબાઇલ તથા રોકડ રકમની લુંટ કરી કાર લઈ નાશી ગયા હતા. જે અંગે ગોંડલ તાલુકા પોલીસ મથકમાં ગુન્હો નોંધાયો હતો.

આ પ્રકરણમાં સંડોવાયેલ શખ્સોને શોધી કાઢવા પોલીસ પ્રયત્નશીલ હતી. ત્યારે આ ગુન્હામાં અગાઉ રાજકોટ શહેરમાં હનીટેપ તથા લુંટના ગુન્હામાં જીતુદાન જસાણી તથા માધવીબેન ભટ્ટી રહે રાજકોટ તથા તેની સાથે અન્ય માણસો સંડોવાયેલ હોવાની કડી મળી હતી.જે હાલ ભાવનગર જીલ્લાના ભગુડા ધામથી રાજકોટ તરફ કાર લઈ આવતા હોવાની બાતમી મળી હતી.જેને દબોચી લેવા પોલીસ શ્રીનાથગઢ ગામે વોચમાં હતા તે દરમ્યાન આ ગાડી આવતા તેને રોકી ચેક કરતા તેમાંથી આરોપી જીતુદાન બાણીદાનભાઇ જેસાણી, માધવીબેન ઉર્ફે માહિ અજયભાઇ અગ્રાવત અને અજય કિશોરભાઇ અગ્રાવત તથા કલ્પેશ દિલસુખભાઇ અગ્રાવત નામના ચાર ઇસમો પકડાયા હતા. જેની આકરી પૂછપરછ કરતા આ ચારેય ઈસમોએ હનીટ્રેપ વારદાતને અંજામ આપ્યો હોવાની કબૂલાત આપી હતી.જેને પગલે પોલીસે આરોપીઓના કબ્જામાંથી રોકડ રૂપીયા- ૩૦૬૦૦૦, સાત મોબાઇલ ફોન કિ.રૂ. ૩૫,૦૦૦ અને એક સ્વીફ્ટ કાર કિ.રૂ. ૨,૦૦,૦૦૦ મળી કુલ ૫,૪૧,૦૦૦ જપ્ત કર્યા હતા. આમ આ પ્રકરણમાં રાજકોટ એલસીબી પોલીસને સફળતા સાંપડી છે.

આરોપીઓની મોડ્સ ઓપરેન્ડી

મહિલા આરોપી શિકારની શોધમાં ફેસબુક આઈડી બનાવી ફેસબુકમાં મેસેજરમાં વાતચીત કરી, ફ્રેનડશીપ કરી તેની અંગત વિગતો જાણી લીધા બાદ મળવા બોલાવી તેની સાથેના અન્ય આરોપીઓ તેના પતિ તથા ભાઇની ઓળખ આપી સાથે ઝઘડો કરી અને લૂંટ ચલાવી વારદાતને અંજામ આપતા હતા.

આ સફળ કામગીરીમાં રાજકોટ ગ્રામ્ય એસપી જયપાલસિંહ રાઠોરની સૂચનાથી રાજકોટ ગ્રામ્ય એલસીબી પીઆઇ એ.આર.ગોહીલ,પીએસઆઈ એસ.જે. રાણા, એએસઆઇ મહેશભાઇ જાની, અમિતસિંહ જાડેજા, પો.હેડ કોન્સ. મહિપાલસિંહ જાડેજા, અનીલભાઇ ગુજરાતી, બાલકૃષ્ણભાઇ ત્રીવેદી,રૂપકભાઇ બોહરા તથા પો.કોન્સ. રહીમભાઈ દલ, પ્રહલાદસિંહ રાઠોડ, દિવ્યેશભાઇ સુવા, પ્રણયભાઈ સાવરીયા, મેહુલભાઇ સોનરાજ, ઘનશ્યામસિંહ જાડેજા, ભાવેશભાઇ મકવાણા, નૈમિશભાઇ મહેતા તથા અમુભાઇ વિરડા, નરેન્દ્રભાઇ દવે, અનીરૂધ્ધસિંહ જાડેજા, સાહિલભાઇ ખોખર તથા ગોંડલ તાલુકા પો.સ્ટે.ના મહિલા પો.કોન્સ. કૈલાશબેન કટેશીયા સહિતના જોડાયા હતા

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!