સમગ્ર ગુજરાતમાં મધ્યસ્થ અને જિલ્લા જેલ માં ચેકીંગ બાદ આજે મોરબી પોલીસ દ્વારા મોરબી સબ જેલમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું મોરબી એસઓજી ,એલસીબી ટીમના પીઆઈ પીએસઆઈ સહિત ની ટીમો દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.
મોરબી સબ જેલમા ઝૂલતા પુલ કેસના જયસુખ પટેલ સહિત નવ આરોપીઓ સહિત કુલ ૨૮૯ પુરુષ કેદીઓ અને ૦૫ મહિલા કેદીઓ મળી ને કુલ ૨૯૪ જેટલા કાચા અને પાકા કામ ના કેદીઓ છે ત્યારે મોરબી સબ જેલમા કોઈ ગેર રિતી ચાલી રહી છે કે નહિ તેની તપાસની કરવા માટે મોરબી જિલ્લા પોલીસ ની એસ ઓ જી,એલસીબી ના પીઆઈ પીએસઆઈ સહિતની ટીમો જોડાઈ હતી અને સરપ્રાઇઝ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું તેમજ અચાનક ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું જોકે ચેકીંગ દરમિયાન કોઈ ગેરરીતિ સામે આવી છે કે કેમ તે અંગે ચેકીંગ ની કામગીરી પૂર્ણ થયા બાદ જ જાણવા મળશે પરંતુ ગૃહ વિભાગ ના મધ્યસ્થ અને જિલ્લા જેલમાં સામૂહિક દરોડા બાદ મોરબી જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવેલ આ ચેકીંગ મહત્વનું માનવામાં આવી રહ્યું છે ત્યારે નોંધનીય છે કે આ ચેકીંગ રૂટિન ચેકીંગ ની કામગીરી ના ભાગરૂપે કરવામાં આવી રહ્યું હોવાની માહિતી પ્રાપ્ત થઇ રહી છે.